પટનાઃ દેશભરમાંં વિભિન્ન રાજ્યોમાં કામ અર્થે ગયેલા પ્રવાસીઓ હવે ઘરે પરત ફરી રહ્યાં છીએે. લોકડાઉનમાં આ પરપ્રાંતીય મજૂરો માટે ખુબ જ કપરો સમય બન્યો છે. આ દરમિયાન પ્રવાસીઓનું કહેવું છે કે, સરકાર તરફથી અમને કોઈ પણ મદદ મળી નથી.
ઈટીવી ભારત સાથે વાત કરતાં ટ્રકમાં સવાર થઈ ઘરે જતાં પ્રવાસીઓએ કહ્યું કે, શા માટે તેઓ ટ્રેનથી ન જઈ શક્યા. એક પ્રવાસીએ કહ્યું કે તે દિલ્હીમાં કામ કરે છે. લોકડાઉન દરમિયાન ખુબ જ હેરાન થાય છે. આની વચ્ચે ટ્રેન તો ખુ્લી પણ ટ્રેનના ભાડા માટે અમારી પાસે પૈસા નહોતા. અમે કયાંક સુધી પગપાળા તો ક્યાંક સુધી ટ્રકમાં એ રીતે બિહાર પહોંચ્યા છીએ. હજી અંહીથી ઘરે પહોંચવાનું બાકી છે.
કોઈ મદદ મળી નહી
બધા મજૂરો બિહારના કટિહાર અને બાંકાના રહેવાસી છેે. તેમણે કહ્યું કે, અમને કોઈ તપાસ મળી નથી કે કોઈ મદદ મળી નથી. જો તમે કોઈક રીતે દિલ્હીથી યુપી પહોંચ્યાં તો ત્યાં ખાવા-પીવાનું મળ્યું, ત્યાર બાદ ટ્રેકમાં સવાર થઈને કોઈના કોઈ રીતે પટના પહોંચ્યાં છીએે. અમને લાગ્યું કે બિહાર પહોંચ્યા પછી મદદ મળશે. ખાવા-પીવા માટે કંઇક હશે, ઘરે જવાની થોડી વ્યવસ્થા હશે, પરંતુ આવું કંઈ થયું નહી. ક્યાંય કોઈ મદદ મળી નથી.
પગપાળા પહોંચશું ઘર
ટ્રકમાં આ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જેવું કંઈ નહોતું. કારણ કે તેઓને ફક્ત ઘરે પહોંચવું હતું.. જ્યારે મજૂરોને પુછવામાં આવ્યું કે પટના પહોંચી ગયા હવે અહીંથી ઘરે કેવી રીતે જશો. તેના જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર તરફથી કોઈ આશા નથી. હરિયાણા અને દિલ્હીથી પટણા પહોંચ્યા પછી હવે પગપાળા ચાલતા ઘરે જઈશું.