વોશિંગટનઃ સંયુક્ત રાષ્ટ્રનાં એક નિષ્ણાંતે કહ્યું કે, વિશાખાપટ્ટનમમાં એક રાસાયણિક પ્લાન્ટમાં તાજેતરમાં થયેલી ગેસ લીકેજની ઘટના ઉદ્યોગ જગત માટે આંખો ખોલનારી ઘટના છે. તેમજ તેમણે ઘટનાની તપાસના આદેશને આવકાર્યો છે.
સંયુક્ત રાષ્ટ્રનાં વિશેષ પ્રતિનિધિ બાસ્કટ ટુંકાકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વિશાખાપટ્ટનમ નજીક ગામમાં મલ્ટિનેશનલ એલજી પોલીમર્સ પલાન્ટમાંથી ગેસ લિકેજ થવાની ઘટના ભોપાલમાં 1984ની ગેસ દુર્ઘટના જેવી છે કે જેમાં હજારો લોકોના મોત નિપજ્યાં હતાં.
વિશાખાપટ્ટનમાં આવેલા પ્લાન્ટમાં 7 મેના રોજ ગેસ લીકેજ થવાને કારણે 11 લોકોના મોત થયા હતા, જ્યારે 1000 લોકો બેભાન થઇ ગયા હતા.