- રેસલર સોનાલી માંડલીકની સંઘર્ષની કહાની
- આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં સપનુ સાકાર કરવા સોનાલીનું દ્રઢ સંકલ્પ
- પુત્રીના સ્વપ્ન માટે પિતા બન્યા તાકાત
આ સોનાલી માંડલીકનું ઘર છે. ચૂલા પર કામ કરતી તેમની માતા છે. પિતા ખેડૂત છે, અને આ સોનાલી છે. હવે સવાલ એ છે કે, સોનાલી માંડલીક છે કોણ..? નાગર જિલ્લાના કર્જાત તાલુકાના કાપવાડીમાં રહેતી આ પહેલવાન છે. તેણે 'ખેલો ઈન્ડિયા' સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભલે ઘર માટીથી બનેલું હોય પણ તેનું ઘર અંદર વિવિધ એવોર્ડથી ભરેલુ છે. પરંતુ આ પુરસ્કાર હોવા છતાં, તેમનો ગરીબી સાથેનો સંઘર્ષ હજી ચાલુ છે. તે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને ગૌરવ અપાવવા માંગે છે.
લોકડાઉન દરમિયાન પણ પુત્રીની સમસ્યાનું સમાધાન કર્યું પિતાએ
કોરોના વાઇરસની મહામારીના કારણે સોનાલીની પ્રેક્ટિસ પર અસર થઇ છે. પરંતુ સોનાલી અને તેના પિતાએ પ્રતિકૂળ સંજોગોમાં પણ કોઈ સંકોચ વિના સંઘર્ષ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સોનાલીના પિતાએ પણ દંગલ ફિલ્મમાં આમિર ખાનની જેમ જ તેની પુત્રીની સાથે ઉભા છે અને તેની હિંમત બન્યા છે. આમિરની જેમ સોનાલીના પિતાએ પણ તેમના ખેતરમાં કુસ્તીનો અખાડો બનાવ્યો હતો અને લોકડાઉનમાં પણ સોનાલીએ તેની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી.
પ્રગતિ માટે સોનાલીને આર્થિક સહાયની જરૂર
તેના પિતાની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. સોનાલીના પિતાએ કહ્યું છે કે, મારી પુત્રી આંતરરાષ્ટ્રીય ખેલાડી બનવા માંગે છે, આ માટે મારે જે પણ કરવુ પડશે તે હું કરીશ. મારી પાસે એક નાનું ફાર્મ છે જરૂર પડશે તો હું તેને વેચી શકું છું.
સોનાલી સખત મહેનત કરે છે. તેના પિતા પણ તેમની મદદ કરવા માટે કટિબદ્ધ છે પરંતુ આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી તેની કારકીર્દીમાં વાસ્તવિક સમસ્યા છે. જેનો તેઓ સામનો કરી રહ્યા છે.