સુપ્રીમ કોર્ટ 1984માં થયેલા શીખ વિરોધી રમખાણ મામલાની સુનાવણી કરી. આ મામલે કોર્ટે કહ્યું કે, નિવૃત્ત જસ્ટિસ શિવ નારાયણ ઢીંગરાના નેતૃત્વમાં એસઆઇટી દ્વારા એક સીલ કવરમાં સીબીઆઇ દ્વારા બંધ કરવામાં આવેલા 198 કેસો પર રિપોર્ટ રજૂ કર્યો છે. તે અંગે વિચારણા કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટ વધુમાં કહ્યું હતું કે, જસ્ટિસ ઢીંગરાની રિપોર્ટની તપાસ કર્યા બાદ કોર્ટ નિર્ણય લેશે કે, આ રિપોર્ટને અરજદારો સાથે શેર કરવો કે, સીલ કવરમાં રાખવો. આ કેસની સુનાવણી બે અઠવાડિયા બાદ થશે.