ETV Bharat / bharat

કૉવિડ-19 સામે લડવા આરબીઆઈએ બાંયો ચડાવી - રેપો રેટમાં ૭૫ બેઝિઝ

સતર્ક કેન્દ્રીય બૅન્ક કોરોના વાઇરસ (CoV-19) મહામારી ફાટી નીકળી ત્યારથી તેની તરલતા બારીઓ દ્વારા સક્રિય છે. તેની સત્તરમી દ્વિમાસિક આર્થિક નીતિ સમીક્ષામાં, તેનું સમાવેશક વલણ ચાલુ રાખતા, આરબીઆઈએ વાઇરસ સામે લડવા બૅન્કોને ખૂબ જ જરૂરી રાહત પૂરી પાડવા નાણાકીય અને નિયમનકારી પગલાંઓ જાહેર કર્યાં છે. રેપો રેટમાં ૭૫ બેઝિઝ પૉઇન્ટના ઘટાડાએ તેને ૫.૧૫થી ૪.૪ ટકાએ લાવી દીધો છે. આનાથી આપમેળે ધિરાણ દર ઘટવા જોઈએ જે પહેલાં જ બાહ્ય બૅન્ચમાર્ક દરો સાથે સંકળાયેલા આ. આ હદ સુધી, પ્રસારણ થશે અને ધિરાણ લેનારાઓને ખૂબ જ જરૂરી એવી રાહત મળશે.

કૉવિડ-૧૯
કૉવિડ-૧૯
author img

By

Published : Mar 27, 2020, 8:46 PM IST

ન્યૂઝ ડેસ્ક : નવીન પગલું લેતાં, આરબીઆઈએ રિવર્સ રેપો રેટને ૪ ટકાએ રાખ્યો છે. આ મુજબ, વર્તમાન નીતિ દર કૉરિડોર ૫૦ bpsથી વધીને ૬૫ bps થયો છે. નવા કૉરિડોર હેઠળ, પ્રવાહિતા અનુકૂલન સુવિધા (liquidity adjustment facility-LAF) હેઠળ રિવર્સ રેપો રેટ નીતિ રેપો રેટ કરતાં ૪૦ bps નીચો થશે, જે અત્યારે ૨૫ bps છે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર નીતિ રેપો રેટ કરતાં ૨૫ bps વધુ તરીકે ચાલુ રહ્યો છે. આ પગલાથી બૅન્કોની ધિરાણ જોખમ લેવાની ભૂખ વધી શકે છે કારણકે રિવર્સ રેપો દરો હેઠળ આરબીઆઈ પાસે રહેલાં ભંડોળ પર ફાયદો ઘટશે.

પ્રવાહિતા સહાય પગલાંઓ:

બૅન્કોને વાજબી કિંમતે (ફિક્સ્ડ રેપો રેટ) ટકાઉ પ્રવાહિતા પૂરી પાડવા ૧૭ ફેબ્રુઆરી અને ૧૮ માર્ચ ૨૦૨૦ વચ્ચે રૂ. ૧,૨૫,૦૦૦ની રકમની એક વર્ષ અને ત્રણ વર્ષની મુદ્દત માટે પાંચ લાંબા ગાળાની રેપો કામગીરી (LTRO) કરવા ઉપરાંત, આરબીઆઈએ અખંડ ચુકવણી અને સમાધાન પ્રણાલિ સુનિશ્ચિત કરવા માટે હસ્તક્ષેપનો તેનું મિશન રૂપ ચાલુ રાખ્યું છે. વધુ પ્રવાહિતા પ્રાથમિકતાને સમજવાના કારણે અને સમાજ આખો અત્યારે ચાલી રહેલા લૉકડાઉનમાં છે તેના લીધે નવી થાપણનો પ્રવાહ ઘટી શકે છે તેવી શક્યતાવાળી બૅન્કિંગ પ્રણાલિમાં ભંડોળની જરૂરિયાત છે તે સમજીને રોકડ અનામત ગુણોત્તર (સીઆરઆર)ની ટકાવારી, એટલે કે બૅન્કોએ આરબીઆઈ પાસે થાપણોમાંથી જે નાણાં મૂકી રાખવાનાં હોય તે ૪ ટકાથી ઘટાડી ૩ ટકા કરાયા છે જેનાથી બૅન્કનું વધુ લગભગ રૂ. ૧,૩૭,૦૦૦ કરોડનું ભંડોળ છૂટું થશે, જેને માંદા પડેલા ઉદ્યોગોને વધુ ધિરાણ આપવામાં વાપરી શકાશે.

માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી કે જેમાં બૅન્કો વૈધાનિક પ્રવાહિતા ગુણોત્તર (SLR) હેઠળ સિક્યોરિટી સામે આરબીઆઈ પાસેથી ધિરાણ લઈ શકે છે તેની ટકાવારી ૨ ટકાથી વધારી ૩ ટકા કરાઈ છે. તેનાથી બૅન્કોના સંસાધનોમાં રૂ. ૧,૩૭,૦૦૦ કરોડ રૂપિયા વધશે અને બૅન્કો વધુ ધિરાણ કરી શકે તે માટે આવા તમામ પગલાંઓની સંયુક્ત અસર, વ્યાપક પ્રવાહિતા રૂ. ૩,૭૪,૦૦૦ કરોડ થશે.

બૅન્કમાંથી ધિરાણ લેનારાઓને રાહત

અત્યારે ચાલી રહેલી કટોકટીમાં વાસ્તવિક અને વ્યવહારુ દૃષ્ટિકોણ અપનાવીને તમામ બૅન્કો અને નૉન-બૅન્કો હવે વર્તમાન લૉનના ચુકવણીના સમયપત્રક પર ત્રણ મહિનાની છૂટ આપી શકે છે. અસરકારક રીતે, રોગચાળાથી સહન કરી રહેલા ધિરાણ લેનારાઓ હવે સરખા માસિક હપ્તા (ઇએમઆઈ) ચુકવવાના દબાણથી મુક્ત થશે અને તેમની પ્રતિબદ્ધતાને પાછી ઠેલી શકે છે.

આ જ રીતે, કાર્યરત મૂડી મર્યાદા (વર્કિંગ કેપિટલ લિમિટ) પર વ્યાજ ૧ માર્ચ ૨૦૨૦ની સ્થિતિએ આવી સુવિધા પર બાકી હોય તો તેને ત્રણ મહિના સુધી મોકૂફ રાખી શકાય છે. તેનાથી ઉદ્યોગો પરથી પણ વ્યાજ સેવાનું દબાણ ઘટશે. આવી ધિરાણ સુવિધાઓ પર ઑવરડ્યુ અને સમયબદ્ધ હપ્તાને મોકૂફ રાખવાને કામ નહીં કરતી અસ્ક્યામત (એનપીએ) તરીકે વર્ગીકૃત નહીં કરવામાં આવે જેનાથી બૅન્કોને રાહત મળશે. ધિરાણ લેનારાઓ તરફથી આવી ચુકવણી નહીં થવાથી તેમના ધિરાણ મૂલ્યાંકનના ઇતિહાસને નીચો નહીં કરવામાં આવે જેના લીધે તેમને ભવિષ્યમાં બૅન્કોના જોખમ આધારિત કિંમત મેટ્રિક્સ, જેમાં જો જોખમ પ્રિમિયમ મૂકવામાં આવે તો ધિરાણ દર વધવાની ક્ષમતા હોય છે, ને અસર થાય.

બૅન્કોને રાહત:

ધિરાણ ચુકવણી અને સુવિધાઓની પુનઃરચનામાં અનુમતિપ્રાપ્ત છૂટમાંથી અસ્ક્યામત વર્ગીકરણના નિયમોમાં જે રાહત મળે છે તે ઉપરાંત, બૅન્કોને ૧ એપ્રિલ ૨૦૨૦થી ૧ ઑક્ટોબર ૨૦૨૦ સુધીના ગાળા માટે અસરકારક રહેનાર વધારાયેલા વિવેકબુદ્ધિ નિયમો (પ્રુડેન્શિયલ નૉર્મ્સ)ના અનુપાલનને મોકૂફ રાખવા પણ છૂટ અપાઈ છે. તેમાં વધારાયેલા નેટ સ્ટેબલ ફંડિંગ રેશિયો (NSFR) જેમાં બૅન્કોએ સ્ટેબલ ફંડિંગ સ્થિતિ જાળવી રાખવી જરૂરી હતી તેના અનુપાલનનો સમાવેશ થાય છે. આ જ રીતે કેપિટલ કન્ઝર્વેશન બફર (CCB)નું સ્તર વધારવાનું અનુપાલન પણ ૩૧ માર્ચ ૨૦૨૦થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી મોકૂફ રખાયું છે જેનાથી બૅન્કોને નવા વિવેકબુદ્ધિ નિયમોને અનુકૂળ થવા શ્વાસ લેવાની જગ્યા મળી જશે.

કોરોના વાઇરસના કારણે ઉદ્ભવેલી સ્થિતિનું વિશ્લેષણ કરીને, આરબીઆઈનાં પગલાંઓ કાળજીપૂર્વક મપાયેલાં છે જેમાં બૅન્કોને જમીન સ્તર પર તેનો અમલ કરવામાં મુશ્કેલીઓ પડી રહી હતી, ખાસ કરીને ત્યારે જ્યારે બૅન્કના ગ્રાહક સાથે જોડાણ અત્યારે અંતરવાળું (સૉશિયલ ડિસ્ટન્સ) થઈ ગયું છે. બૅન્કો તેમનું કામકાજ ચાલુ રાખવાની યોજના (BCP) પણ સક્રિય કરી શકે છે જેથી નાણાકીય પ્રણાલિ તેની નજર હેઠળ રાખવા તેના BCP પર કામ કરવા ઘડવામાં આવેલ યોજનાઓનો આરબીઆઈ સાથે મળીને અમલ કરવા ગૃહ કાર્ય કરી શકાય.

બૅન્કોની વ્યસ્ત ભૂમિકા:

આરબીઆઈની છૂટ પર કામ કરતી વખતે, બૅન્કોએ, વાઇરસની તાત્કાલિક અસરથી સામાજિક રીતે વંચિત અને નબળા વર્ગ, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકો માટે ૨૬ માર્ચ ૨૦૨૦ના રોજ જાહેર કરાયેલ ૧.૭ ટ્રિલિયનના રાહત પેકેજમાં નક્કી કરાયેલા આર્થિક લાભોને લાભાર્થીનાં ખાતાંઓમાં સીધા હસ્તાંતરિત (ડીબીટી) કરવા પૂરતાં સંસાધનો પણ એકઠાં કરવાં પડશે. જ્યારે આરબીઆઈ અને સરકારે વાઇરસના પીડિતોના બહોળા વર્ગને રાહત પૂરી પાડવા સારી રીતે માપીને પગલાં જાહેર કર્યાં છે ત્યારે અન્ય સંસાધનોને એકઠાં કરીને તેમનો અમલ કરાવવા માટે યોગ્ય પદ્ધતિઓ ઘડવી બૅન્કો માટે પડકારરૂપ રહેશે. આ રીતે, આરબીઆઈ અને બૅન્કોની વધેલી ભૂમિકા કોરોના વાઇરસના અગ્ર મોરચે લડવૈયાઓની શ્રેણીમાં તેમને જોડાવા જરૂરી બની રહેશે જેના લીધે તેમનો પણ વીમા આવરણમાં સમાવેશ થવાને પાત્ર બની રહે છે.

********

(ડૉ. કે. શ્રીનિવાસ રાવ, ઍડ્જન્ટ પ્રૉફેસર, ઇન્સ્ટિટ્યૂટ ઑપ રિસ્ક મેનેજમેન્ટ- IIRM, હૈદરાબાદ. મંતવ્યો તેમનાં પોતાનાં છે.)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.