ETV Bharat / bharat

અમિત શાહના નિવેદન પર બોલી આમ આદમી પાર્ટી, કહ્યું- કોરોના મુદ્દે કેન્દ્ર પાસે માગી હતી મદદ - The capital is Delhi

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યા 80 હજારને પાર પહોંચી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે વધતા કેસોને લઇ ઘણા લોકોની સહાય માગી હતી.

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 80 હજારને પાર

author img

By

Published : Jun 28, 2020, 8:04 PM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 80 હજારને પાર પહોંચી છે અને એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મનીષ સિસોદિયાના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો અને તેને કહ્યું હતું કે, જુલાઈના અંત સુધીમાં દિલ્હીમાં અડધા મિલિયન કોરોના કેસ વધશે.

અમિત શાહે કહ્યું કે, નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના નિવેદનથી માત્ર દિલ્હીની જનતા ડરી હતી એવું નહી, પરંતુ અમને પણ તેમની ચિંતા થઇ હતી. ત્યારબાદ અમે અમારી ભૂમિકા પર આગળ વધ્યા આ નિવેદનમાં આમ આદમી પાર્ટીની પ્રતિક્રિયા સામે આવી હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, જ્યારે લોકડાઉન ખુલ્યું અને દિલ્હીમાં કોરોના કેસ વધવા માંડ્યા, ત્યારે મુખ્યપ્રધાન માત્ર કેન્દ્રની જ નહીં, પણ ઘણા લોકોની સહાય માગી હતી.

સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, જ્યારે ફેબ્રુઆરી-માર્ચમાં કોરોના ફેલાઈ રહ્યો હતો, ત્યારે અન્ય દેશોમાં રહેતા લગભગ 35 હજાર લોકો ભારત આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીએ તેમનું સ્વાગત પણ કર્યું હતું. દિલ્હીમાં કોરોના ફેલવાનું આ એક મુખ્ય કારણ બન્યું હતુ. જ્યાં સુધી લોકડાઉન હતું ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં રહી, પરંતુ જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે પરિસ્થિતિ ગડબડ થવા લાગી હતી. સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, થોડો સમય લાગ્યો કે, બેડની તંગી થઈ હતી, ત્યારબાદ દિલ્હીના મુખ્ય પ્રધાને ઘણા લોકોની મદદ લીધી હતી.

સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, ગુરુદ્વારાઓ, અક્ષય પત્ર, ઇસ્કોન સોસાયટી, રાધા સ્વામી સત્સંગ, મુખ્યપ્રધાને બધા પાસે મદદ માગી હતી. દરેક જગ્યાએથી મદદ મળી છે અને દિલ્હીના બે કરોડ લોકો આ યુદ્ધ લડી રહ્યા છે. સૌરભે કહ્યું છે કે, તેમણે કેન્દ્ર પાસેથી માંગવામાં આવેલી મદદથી પરિસ્થિતિ થોડી સારી થઈ રહી છે, તેમાં દરેકનું યોગદાન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.