ETV Bharat / bharat

ભારતીય ચિકિત્સા પ્રણાલીને શુશ્રૂષાની જરૂર છે - GUJARATI NEWS

ન્યુઝ ડેસ્ક: સરકાર દ્વારા ભંડોળ પ્રાપ્ત ચિકિત્સા પ્રણાલી અનેક લોકોની પહોંચની બહાર છે. નીતિ આયોગે ભારતમાં લોક ચિકિત્સાની કરુણ સ્થિતિ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. તેમાં સુધારેલી ચિકિત્સા પ્રણાલી મેળવવામાં અનેક પડકારો તરફ અંગુલિનિર્દેશ કરાયો છે. વિશ્વભરના અન્ય દેશો તેમના નાગરિકોના આરોગ્ય પર ઘણો ખર્ચ કરી રહ્યા છે ત્યારે ભારત આ સંદર્ભમાં ઉલ્લેખથી પણ ઘણું દૂર છે. અગણિત ભારતીયો માટે, સરકારી ચિકિસ્તા હજુ પણ નિષ્ફળ રહી છે. નીતિ આયોગનો તાજો અહેવાલ આપણા દેશમાં લોક ચિકિત્સાની દુર્દશાનો પુરાવો છે. નવા ભારતના નિર્માણ માટેની તેની કવાયતના ભાગ રૂપે નીતિ આયોગે ધ્યાન આપવાના અનેક વિસ્તારો ઓળખ્યા છે. જો આપણે જીડીપીના પ્રમાણ તરીકે લોક ચિકિત્સા પર કુલ ખર્ચને લઈએ તો શ્રીલંકા, ઇન્ડોનેશિયા, ઇજિપ્ત અને ફિલિપાઇન્સની સરખામણીએ ભારત બહુ ઓછો ખર્ચ કરે છે તે છતું થાય છે.

ભારતીય ચિકિત્સા પ્રણાલિને શુશ્રુષાની જરૂર છે

author img

By

Published : Nov 26, 2019, 11:55 AM IST

ચિકિત્સા પર વ્યક્તિગત સરેરાશ ખર્ચ આંતરરાષ્ટ્રીય સ્તરે માત્ર 18 ટકા જ છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે, વ્યક્તિએ કુલ ચિકિત્સા ખર્ચના 63 ટકા ખર્ચ ઉપાડવો પડે છે. પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કુલ વસતિના માત્ર 40 ટકા લોકોને જ આવરી લે છે, તેમાં પાંચ ટકાનો સમાવેશ નથી થતો જે પહેલેથી સરકારી અને ખાનગી આરોગ્ય વીમા હેઠળ આવી જાય છે. આ આંકડાઓ બતાવે છે કે મોટા ભાગના લોકો માટે કોઈ ચિકિત્સા સુરક્ષા નથી. રાષ્ટ્રીય ચિકિત્સા સુરક્ષા યોજનામાં જાહેર થયું છે કે ચિકિત્સા ખર્ચથી દર વર્ષે છ કરોડ લોકો દેવામાં ધકેલાય છે. બીજી તરફ, એવા લોકો છે જેઓ યોગ્ય નિર્દેશ અને માર્ગદર્શનના અભાવે આરોગ્ય વીમાનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. વાર્ષિક રીતે, સમયસર ચિકિત્સા સેવાઓ ન મળવાના કારણે લગભગ ૨૪ લાખ લોકો મૃત્યુને ભેટે છે.

ચિકિત્સાની સ્થિતિ સુધારવા અને લોકોનો ભરોસો જીતવા માટે નીતિ આયોગે અનેક સૂચનો કર્યાં છે. રણનીતિનો હેતુ સ્પષ્ટ રીતે વર્ષ 2030 સુધીમાં ઓછામાં ઓછાં 10 લાખ શિશુઓનો જીવ સુરક્ષિત કરવાનો અને કામ કરતા અને વૃદ્ધ લોકોનો મૃત્યુ આંક 16 ટકા ઘટાડવાનો છે. ચિકિત્સા પર્યટનનો વિકાસ રોચક લાગે છે, તેમ છતાં ભારત ચિકિત્સામાં પહોંચ અને તેની ગુણવત્તાની રીતે સર્વે કરાયેલા 195 દેશોમાં ૧૪૫મા ક્રમે આવે છે. ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ભૂતાન આપણા કરતાં વધુ સારું કામ આ બાબતે કરી રહ્યા છે. આ પ્રકારના બાહ્ય અહેવાલોનું આકલન વગર પણ, કેન્દ્ર સરકારે પોતે સ્વીકાર્યું છે કે 20 ટકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમુદાયિક આરોગ્ય કેન્દ્રમાં 30 ટકાની અછત છે. ભારત 20 લાખ ડૉક્ટરો અને ૪૦ લાખ નર્સોની અછતનો સામનો કરી રહ્યું છે, જેનાથી સુરક્ષિત ચિકિત્સાની પરિકલ્પના પર પ્રશ્ન ઊઠે છે.

સરકારે જાહેર કર્યું છે કે 57 ટકા એલોપેથી ચિકિત્સા લાયકાતવિહીન ડૉક્ટરો દ્વારા કરાય છે. લાખો નિઃસહાય લોકો અર્ધવૈદ્ય પાસે જાય છે. તેમનું આરોગ્ય અને નાણાં બચાવવા, નક્કર રણનીતિઓનો તાત્કાલિક અમલ કરવો જોઈએ. નીતિ આયોગના અહેવાલમાં એ વાતની પુષ્ટિ કરાઈ હતી કે 98 ટકા હૉસ્પિટલોમાં 10 કરતાં ઓછા કર્મચારીઓ છે. આ બતાવે છે કે જે લોકો નાણાં ખર્ચવાનું નક્કી કરે છે તેમને જ માત્ર સારી ચિકિત્સા મળે છે. હૉસ્પિટલો અને ડૉક્ટરો મુખ્યત્વે શહેરોમાં જ આવેલાં હોય છે, તેના કારણે ગામડાંઓમાં ચિકિત્સા ખૂબ જ ખરાબ હોય છે. ચિકિત્સા સુરક્ષા યોજનાથી ખોટા ચિકિત્સા વીમામાં વધારો થશે અને જો સરકાર પરિસ્થિતિની અવગણના કરવાનું ચાલુ રાખશે તો લોકોનો તેમના ચિકિત્સા ખર્ચમાં વધારો થશે તેવી નીતિ આયોગની ચેતવણી રાજકારણીઓ માટે જાગૃતિની ઘંટડી હોવી જોઈએ.

દક્ષિણ કોરિયા, ચીન, તુર્કી, પેરુ અને માલદીવ જેવા દેશોમાં ચિકિત્સા સુપ્રવાહી છે અને માનવ સંસાધન વિકાસ માટે સારી લોક ચિકિત્સા ફરજિયાત છે તેવો દૂરંદેશી અભિગમ તેમાં જોવા મળે છે. કેનેડા, કતાર, ફ્રાન્સ, નૉર્વે અને ન્યૂઝીલેન્ડ ચિકિસ્તા સેવાઓમાં ઉદાહરણ સ્થાપિત કરી રહ્યાં છે. ભારત અને ઉપર ઉલ્લેખિત દેશો વચ્ચે આટલા ભારે અંતર માટેનું મુખ્ય કારણ સંસાધનોનો અભાવ છે. ભારતમાં માથાદીઠ ચિકિત્સા ખર્ચ, જે 63 અમેરિકી ડૉલર (રૂ.4,517) છે તેની સાથે સરખામણી કરીએ તો ચીન સાત ગણો વધુ ખર્ચ કરે છે. ક્યુબા, ઑસ્ટ્રિયા, બેલ્જિયમ અને ડેન્માર્ક જેવા દેશો તેમના જીડીપીના 7-8ટકા ખર્ચ ચિકિસ્તા પાછળ ખર્ચ કરે છે, ત્યારે ભારત માત્ર 1.1 ટકા જ ખર્ચ કરે છે. ચિકિત્સા ખર્ચનો વ્યક્તિગત હિસ્સો ઘટાડીને ઈટાલી, ગ્રીસ અને હૉંગ કૉંગ જેવા દેશોમાં ચિકિસ્તા સુરક્ષા પ્રણાલી ભારે મહત્ત્વની છે તેમ દેખાઈ આવે છે. સ્વિત્ઝર્લેન્ડ તેના તમામ નાગરિકોને ચિકિત્સા સુરક્ષા મળી રહે તે માટે જરૂરી પગલાં ભરી રહ્યું છે.

બિલ ગૅટ્સે કહ્યું હતું, “ભારતમાં ખૂબ જ આશાસ્પદ સ્થિતિ છે અને તે પ્રાથમિક ચિકિસ્તાની દૃષ્ટિએ અન્ય દેશો માટે ઉદાહરણ સ્થાપવા તૈયાર છે.” આ શબ્દો સાચા પડે, અને સરકારી હૉસ્પિટલોની ગુણવત્તાનું ધોરણ ઉન્નત કરવા માટે, ભંડોળ ફાળવવાથી માંડીને વિવિધ પદો ભરવા સુધી અનેક પડકારોને પાર કરવા પડે. સરકારોએ રાષ્ટ્રીય ચિકિત્સા સુરક્ષા અને તેના અમલ પ્રત્યે તેમનું સમર્પણ દર્શાવવું જ પડે. જ્યારે વધુ સારી ચિકિત્સા સેવાઓને સાચી સારવાર આપવામાં આવશે ત્યારે જ લોક આરોગ્યની સ્થિતિ સ્થિર થશે.

Intro:Body:

done

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.