કલકત્તા : કલકત્તા હાઇકોર્ટે મંગળવારના રોજ પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, એફિડેવિટ દાખલ કરી અને વ્યક્તિગત સુરક્ષાના સાધનોની હાજરી તેનો ઉપયોગ અને ICMRના આદેશના અનુરૂપ રાજ્યમાં કોવિડ-19ની તપાસની જાણકારી આપે.
ચીફ જસ્ટીસ અને જજ અરજિત બેનર્જીની બેંચે કહ્યુ કે, જ્યાં સુધી કેન્દ્ર બીજા રાજ્યો સાથે મળીને કામ નહી કરે ત્યાં સુધી આ મહામારી પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ છે.
કોર્ટે આ આદેશ ડોક્ટર અને માકપા નેતા ફવાદ હલીમની અરજી પર આપ્યો હતો. જેમાં તેઓએ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ અને વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી કોવિડ-19ને નિયંત્રિત કરવા આપેલા આદેશોને પશ્ચિમ બંગાળમાં પાલન કરવામાં આવતુ નથી અને વધુ સંખ્યામાં તપાસ કરવામાં આવતી નથી.
બેંચે કેન્દ્ર અને પશ્ચિમ બંગાળ સરકારને 30 એપ્રિલ સુધી એફિડેવિટ દાખલ કરવા કહ્યુ અને તે જ દિવસે આ કેસની સુનાવણી થશે.