ચમોલી: ચારધામમાં પ્રખ્યાત ભગવાન બદ્રી વિશાલના કપાટ આજે બ્રહ્મમુહુર્તમાં વૈદિક જાપ અને ધાર્મિક અનુષ્ઠાન સાથે ખોલવામાં આવ્યાં, આ સાથે જ ચારધામના તમામ કપાટ પણ ખુલી ગયા છે. ભગવાન બદ્રીવિશાલની પહેલી પૂજા PM મોદી તરફથી કરવામાં આવી. સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ભગવાન બદ્રી વિશાલના કપાટ ખોલવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ આપણા બધા માટે શુભ પ્રસંગ છે.
ચાલો તમને જણાવીએ કે, કેવી રીતે શરુ થઇ કપાટ ખોલવાની પ્રક્રિયા...
- સવારે 4 વાગ્યે, રાવલ ધર્મધિકારીઓ સહિત વેદપંથીઓ મંદિરના પાછલા દરવાજાથી પ્રવેશ્યા.
- 4:15 વાગ્યે પહેલા દ્વારની પૂજા કરવામાં આવી હતી.
- 4:30 વાગ્યે ભગવાન બદ્રીનાથનો મુખ્ય દરવાજો ખોલવામાં આવ્યો.
- કપાટ ખોલ્યા પછી તરત જ, 6 મહિનાથી પ્રજવલિત થતા અંખડ જ્યોતનાં દર્શન થયા.
- રાવલ અને મુખ્ય પૂજારીએ ભગવાન બદ્રીનાથની સાથે માતા લક્ષ્મીને મંદિરના ગર્ભગૃહમાં સ્થાપના કરી હતી.
- શિયાળા દરમિયાન, ભગવાનને પહેરાવેલા પહેરવેશને દૂર કરાયા.
- કપાટ ખોલતા ભગવાન માટે ખાસ પ્રસાદ ધરવામાં આવે છે.
- ત્યારબાદ, ગણેશની પૂજા કરી મૂળસ્થાને તેમનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ.
- 9 વાગ્યા પછી ભગવાન બદ્રીનાથના મહાભિષેક પૂજન, આરાધના થશે.
- ભગવાન બદ્રીનાથને તુલસીના ફૂલોથી શણગારવામાં આવશે.
- ત્યાં પૂજા અને ઉપાસના થશે જે આખો દિવસ ચાલે છે.
સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતે ભગવાન બદ્રી વિશાલના દરવાજા ખોલવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ આપણા બધા માટે શુભ પ્રસંગ છે. ભગવાન બદ્રીનાથ દરેકના જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે.
ઉપરાંત, સીએમએ કોરોનાથી લોકોને સાવચેત રહેવા જણાવ્યુ. દરેક વ્યક્તિએ સલામતીનાં પગલાં અપનાવવા જોઈએ. સીએમ ત્રિવેન્દ્રએ પરત આવનારા લોકોને તેમના ઘરે ક્વોરેંટાઇન્ડ રહેવા જણાવ્યું હતું.