કોંગ્રેસ સંસદીય પક્ષના પ્રધાન સોનિયા ગાંધીના નેતૃત્વમાં મંગળવારની સાંજે યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA)ના ગઠબંધનમાં આવતા પક્ષોની બેઠક થઇ હતી, જો કે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" ના વિષય પર હજુ સુધી કોઇ પણ નિર્ણય લેવાયો નથી.
તો બેઠક બાદ આ અંગે સંવાદદાતાઓ દ્વારા સોનિયા ગાંધીને સવાલ પૂછતા " જવાબમાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે" તમને આ મામલે કાલે જણાવવામાં આવશે"
તો આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને સહયોગી દળ બુધવારની સવારે સંસદ ભવનમાં મુલાકાત બેઠક કરશે જેમાં વડાપ્રધાન દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં વડાપ્રધાનનો શું અભિપ્રાય છે.
જો કે, કોંગ્રેસ અને બીજા અન્ય વિપક્ષો એક સાથે ચૂંટણીના વિચાર પર વિરોધ કરી રહ્યાં છે.
અહીં ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદીએ "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" પર વિચારણા કરવા માટે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.