જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશેષ બેઠકના આધારે પૂર્વ જર્મન મીડિયાને કહ્યું કે, કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિ કાયમી નથી અને તેને બદલવાની જરૂર છે.
આ પહેલાં મોદી અને મર્કેલે શુક્રવારે પાચમાં ભારત-જર્મની અંતર સરકારી વિમર્શ(IGC)ની સહ-અધ્યક્ષતા કરી હતી.
જોકે, આઈજીસી દરમિયાન કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી નહોતી.
જર્મનના ચાન્સલર મર્કેલ દ્વારા કહેવામાં આવ્યું કે, આ સમયે કાશ્મીરની પરિસ્થિતિ કાયમી અને સારી નથી તો આ સ્થિતિને બદલવાની જરૂર છે.
જર્મન ચાન્સલરની આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે, અમેરિકા સહિત થોડા વિદેશી સાંસદોએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370ને નાબુદ કર્યા બાદ સરકાર દ્વારા લગાવવામાં આવેલી પાબંદીઓ પર ચિંતા વ્યક્ત કરી હતી.
દરમિયાન પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા બાદ મોદી અને મર્કેલે શુક્રવારે સાંજે વડાપ્રધાનના સરકારી આવાસ અંગે બન્ને પક્ષોએ પસંદ કરેલા મંત્રિઓ અને અધિકારિઓની હાજરીમાં મુલાકાત કરી હતી.
બેઠકમાં ભારત તરફથી વિદેશ પ્રધાન એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તથા વિદેશ સચિવ ગોખલેએ ભાગ લીધો હતો.