ETV Bharat / bharat

સામાન્ય લોકો અને કંપનીઓએ પીએમ કેર્સ ફંડ છલકાવી દીધું: ભારતના રાજકીય પક્ષો ખોવાઈ ગયા - રાજકીય પક્ષો

પીએમ કેર ફંડમાં સારું એવું ભંડોળ છે, છતાં વડા પ્રધાન અને ઘણાં રાજ્યોના મુખ્ય પ્રધાનોએ તેમાં યોગદાન આપવા માટે રાષ્ટ્રને વિનંતી કરી છે. અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓ તરફથી તેને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ માટે ઘણા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના રાજકીય પક્ષોએ પણ ફાળો આપ્યો છે. બીજી તરફ, ભારતીય નાગરિકોના મનમાં મોટો સવાલ છે કે કોવિડ-19 સામે લડત આપવા માટે રાજકીય પક્ષોનો શો ફાળો છે.

A
સામાન્ય લોકો અને કંપનીઓએ પીએમ કેર્સ ફંડ છલકાવી દીધું: ભારતના રાજકીય પક્ષો ખોવાઈ ગયા
author img

By

Published : Apr 16, 2020, 4:38 PM IST

એક સપ્તાહમાં પીએમ કેર્સમાં રૂા. 6500 કરોડ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈ એટલે કે નોવેલ કોરોનાવાયરસ સામેના જંગ માટે અનુદાન એકત્ર કરવા પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન ફંડ (પીએમ - કેર્સ)ની જાહેરાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પીએમ-કેર્સમાં ફાળો આપવા વિનંતી કરી હતી, જેથી ભારતમાં અત્યાર સુધીમાં 254 લોકોનો ભોગ લેનારી તેમજ જેના 7000થી વધુ પોઝિટિવ કેસ છે, તે નોવેલ કોરોનાવયરસની મહામારી સામે લડત આપી શકાય.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 28મી માર્ચના રોજ પીએમ કેર્સ (પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન) ફંડની સ્થાપનાની જાહેરાત કરી, તેના ફક્ત એક જ અઠવાડિયામાં તેમાં રૂા. 6500 કરોડથી વધુ રકમનાં દાન મળ્યાં હતાં.

વર્ષ 2014-15થી 2018-19 દરમ્યાન પ્રાઈમ મિનિસ્ટર્સ નેશનલ રિલીફ ફંડ (પીએમએનઆરએફ)માં મળેલાં કુલ રૂા. 2119 કરોડનાં જાહેર અનુદાન કરતાં આ રકમ ત્રણ ગણી હોવાનું ભંડોળની રસીદો અને ચૂકવણીનાં હિસાબો દર્શાવે છે.

આ ગાળા દરમ્યાન પીએમએનઆરએફનો કુલ ખર્ચ રૂા. 1594.87 કરોડ હતો. આ પીએમએનઆરએફ 1948માં સ્થપાયું ત્યારથી અત્યાર સુધીમાં તેનું એકંદર ભંડોળ રૂા. 3,800 કરોડ છે.

ફંડમાં 500 રૂપિયાથી માંડીને 500 કરોડ રૂપિયા સુધીનો ફાળો

અત્યંત આશ્ચર્યજનક રીતે, 30મી માર્ચના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, પીએમ-કેર્સ ફંડમાં ફાળો આપવા આગળ આવનાર સૌપ્રથમ માતબર કંપનીઓમાંની એક હતી. તેણે કોવિડ-19 સામેની બહુસ્તરીય વાસ્તવિક લડત માટે અનુદાન આપવા ઉપરાંત પીએમ-કેર્સ ફંડમાં રૂા. 500 કરોડનો ફાળો આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત, તેણે મહારાષ્ટ્ર સીએમ રિલીફ પંડમાં રૂા. પાંચ કરોડ અને ગુજરાત સીએમ રિલીફ ફંડમાં પણ રૂા. પાંચ કરોડનું અનુદાન જાહેર કર્યું હતું. કંપનીએ કોરોનાવાયરસના દર્દીઓ માટે 100 પથારીવાળી હોસ્પિટલ સ્થાપી છે અને દૈનિક એક લાખ માસ્ક્સ પણ બનાવી રહી છે. આ ઉપરાંત, તે જરૂરિયાતમંદોને વાયરસ સામે રક્ષણ આપતાં પીપીઈ ઉપકરણો તેમજ ખાદ્યસામગ્રી પણ ઉપલબ્ધ કરાવી રહી છે.

તાતા ટ્રસ્ટ સાથેના સહયોગમાં તાતા જૂથે કોવિડ-19 સામેની લડત માટે રૂા. 1500 કરોડનો ફાળો આપ્યો. 31મી માર્ચના રોજ કંપનીએ ટ્વિટર મારફતે જાહેર કર્યું કે તે રૂા. 500 કરોડનું સવિનય અનુદાન આપી રહી છે. રાષ્ટ્રને સહાય માટે અમે હંમેશની માફક સંપૂર્ણપણે પ્રતિબદ્ધ અને ખભેખભા મિલાવીને સાથે ઊભા રહીશું.

ત્રીજી એપ્રિલના રોજ આદિત્ય બિરલા ગ્રુપે તેના કુલ રૂા. 500 કરોડના અનુદાનના ભાગરૂપે રૂા. 400 કરોડ પીએમ-કેર્સ ફંડમાં આપ્યાં. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેના સહયોગમાં તેણે મુંબઈમાં સેવલ હિલ્સ હોસ્પિટલ્સ ખાતે 100 પથારીની સવલત પણ શરૂ કરી. સહાય માટેનાં અન્ય પગલાંની સાથે સાથે કંપનીએ ઉજ્જૈન, પૂણે, હઝારીબાગ અને રાયગડ જેવાં શહેરોમમાં પણ 200 પથારીની સવલતો સ્થાપી. અદાણી અને ડી-માર્ટ ગ્રુપે પણ પ્રત્યેકે રૂા. 100 કરોડનું યોગદાન આપ્યું.

જોકે, સૌથી ઉષ્માભર્યું યોગદાન, ટ્વિટરના વપરાશકાર સઇદ અતૌર રેહમાને આપ્યું. તેમણે રૂા. 501નો ફાળો પીએમ-કેર્સ ફંડમાં આપ્યો. પોતાના અનુદાનની પહોંચ ટ્વિટર ઉપર શૅર કરતાં રેહમાને લખ્યું કે, "એક નાનકડું અનુદાન... કોરોનાવાયરસ સામે લડત માટે"

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રેહમાને ટ્વિટમાં ટૅગ કર્યા હતા. મોદીએ પ્રતિસાદ આપતાં જણાવ્યું કે, "આમાં નાનું કે મોટું મહત્ત્વનું નથી. પ્રત્યેક અનુદાન મહત્ત્વનું છે. આ કોવિડ-19 સામેની લડતમાં આપણો સહિયારો સંકલ્પ દર્શાવે છે. #IndiaFightsCorona".

ભારતમાં રાજકીય પક્ષોની આવક

નાણાં વર્ષ 2018-19 દરમ્યાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ તેની કુલ આવક રૂા. 2410.08 કરોડ હોવાનું જાહેર કર્યું હતું, પરંતુ ખર્ચ ફક્ત 41.71 ટકા (એટલે કે, રૂા. 1005.33 કરોડ) હતો અને આવકના 58.29 ટકા જેટલી રકમ ખર્ચાયા વિનાની હતી.

ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (આઈએનસી)ની કુલ આવક રૂા. 918.03 કરોડ હતી, જેમાંથી પક્ષે 51.19 ટકા (એટલે કે રૂા. 469.92 કરોડ) ખર્ચ્યા હતા અને 48.81 ટકા રકમ ખર્ચાયા વિનાની પડી હતી.

ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (એઆઈટીસી)ની કુલ આવક રૂા. 192.65 કરોડ હતી, જેમાંથી પક્ષે ફક્ત 5.7 ટકા રકમ (એટલે કે રૂા. 11.50 કરોડ) ખર્ચ્યા હતા અને આવકની 9403 ટકા રકમ વણખર્ચાયેલી પડી રહી હતી.

છ રાષ્ટ્રીય પક્ષો (ભાજપ, કોંગ્રેસ, સીપીએમ, બસપા, એઆઈટીસી અને સીપીઆઈ)એ સમગ્ર ભારતમાં કુલ રૂા. 3698.66 કરોડની આવક જાહેર કરી હતી.

નાણાં વર્ષ 2018-19માં 37 પ્રાદેશિક પક્ષોની કુલ આવક રૂા. 1089.60 કરોડ હતી.

બીજેડીએ રૂા. 249.31 કરોડ જેટલી સૌથી વધુ આવક નોંધાવી હતી, જે વિશ્લેષણ હેઠળ લેવાયેલા તમામ પક્ષોની કુલ આવકમાં 22.88 ટકા હિસ્સો ધરાવે છે, તે પછી ટીઆરએસની કુલ આવક રૂા. 188.71 કરોડ અથવા 17.32 ટકા અને વાયએસઆર-કોંગ્રેસની આવક 181.08 કરોડ અથવા 37 પ્રાદેશિક પક્ષોની કુલ આવકમાં 16.62 ટકા હતી.

ટોચના ત્રણ પક્ષોની કુલ આવક રૂા. 619.10 કરોડ હતી, જે વિશ્લેષણ હેઠળ ધ્યાન ઉપર લેવાયેલા રાજકીય પક્ષોની કુલ સંયુક્ત આવકમાં 56.82 ટકા હિસ્સો ધરાવે છે.

છ રાષ્ટ્રીય પક્ષો તેમજ 37 પ્રાદેશિક પક્ષોની કુલ આવક રૂા. 4788.26 કરોડ (3698.66 કરોડ વત્તા રૂા. 1089.60 કરોડ) હતી.

રાજકીય ખર્ચા

ભારતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સામાન્ય ચૂંટણીઓમાં રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ આશરે રૂા. 600 કરોડ (લગભગ 8.65 અબજ ડોલર) ખર્ચ્યા હતા, જે 2014માં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓના ખર્ચ કરતાં બમણો ખર્ચ હોવાનું દિલ્હી સ્થિત નિષ્ણાતોના જૂથ સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ) દ્વારા થોડા સમય પહેલાં જ જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો ખર્ચ સૌથી વધુ હતો, જે કુલ ખર્ચમાં 45-50 ટકા જેટલો હતો. તેની સરખામણીએ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનો ખર્ચ 15-20 ટકા હોવાનું સીએમએસના અહેવાલમાં જણાવાયું છે. આ તારણ ફિલ્ડ એનાલિસિસને આધારે અપાયું છે.

ચૂંટણીનું વર્ષઅંદાજિત ખર્ચ(રૂ.કરોડ)કોંગ્રેસ+(ટકામાં)ભાજપ+(ટકામાં)
19989,0003020
199910,00031-4025
200414,00035-4530
200920,00040-4535-40
201430,00030-3240-45
2019*55,000 થી વધુ15-2045-50

* વિધાનસભાઓની ચૂંટણીઓના ખર્ચ સહિત

સ્ત્રોતઃ સીએમએસ

ભારતના ચૂંટણી પંચે જણાવ્યા મુજબ, 20મી મે, 2019ના રોજ દેશભરમાંથી રૂા. 3,456.22 કરોડના રોકડ અને સામાન (ડ્રગ્સ, દારૂ, સોનું, ચાંદી વગેરે) જપ્ત કરાયાં હતાં. એટલે કે દરરોજ લગભગ રૂા. 60 કરોડનાં રોકડ અને સામાનની જપ્તી થઈ હતી.

કોરોના વાયરસ સામેની લડતમાં રાજકીય પક્ષોની ભૂમિકા

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના કાર્યકરો જો તેના પ્રમુખ જે.પી. નડ્ડાએ આપેલી માર્ગદર્શિકાને ચુસ્તપણે અનુસરે તો તે સોમવારે પક્ષના 40મા સ્થાપના દિવસે પીએમ-કેર્સ ફંડમાં રૂા. 73,800 કરોડ જેટલું જબરદસ્ત યોગદાન આપી શકે.

કાર્યકરોને કોવિડ-19 સામેની લડત માટે સ્થાપવામાં આવેલા પ્રાઈમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમર્જન્સી સિચ્યુએશન (પીએમ-કેર્સ) ફંડમાં પ્રત્યેક રૂા. 100નું અનુદાન આપવા માટે 40 લોકોને પ્રોત્સાહિત કરવા જણાવાયું છે.

ભાજપે ગયા વર્ષે સાત કરોડ નવા સભ્યોની નોંધણી કરી હોવાનો દાવો કર્યો છે, જેના પગલે પક્ષના કુલ સભ્યોની સંખ્યા 18 કરોડ થઈ છે. આ આંકડો ધ્યાન ઉપર લઈએ તો, ભાજપની સભ્યસંખ્યા બાબતે હજુ કેટલાંક રહસ્યો જણાય છે.

તામિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકે બંનેએ પક્ષના ટ્રસ્ટમાંથી રૂા. એક - એક કરોડનું અનુદાન આપ્યું છે.

કેટલાક પક્ષોના લગભગ તમામ સાંસદો અને ધારાસભ્યોએ પોતાનો એક મહિનાનો પગાર પીએમ-કેર્સ ફંડ અથવા સીએમ ફંડમાં આપ્યો છે.

દાખલા તરીકે, ભાજપના પ્રમુખ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ભાજપના તમામ સાંસદો અને ધારાસભ્યો કોરોના વાયરસ સામેની લડતમાં તેમનો પગાર અનુદાન પેટે આપશે અને ડીએમકે, વાયએસઆર કોંગ્રેસ વગેરેએ પણ આ જ દિશામાં જાહેરાત કરી હતી.

લગભગ તમામ રાજકીય પક્ષોના કાર્યકરો પ્રત્યેક જિલ્લામાં નિઃશુલ્ક માસ્ક્સ વહેંચી રહ્યા છે અને સ્થળાંતર કરનારા મજૂરોને ખાદ્ય ચીજો અને કરિયાણું વહેંચી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓ પોતાનાં રાજ્યોમાં તેમજ કેન્દ્ર સરકારને કેટલુંક ભંડોળ પણ અનુદાન પેટે આપી રહ્યા છે.

કોરોનાવાયરસ સામેની લડતમાં રાજકીય પક્ષોનો ફાળો કેટલો ?

રાજકીય પક્ષો પક્ષના કાર્યકર્તાઓને અનુદાન આપવા અને એકત્ર કરવા જણાવી રહ્યા છે તેમજ સાંસદો અને ધારાસભ્યોના પગાર પણ અનુદાન પેટે આપી રહ્યા છે. પ્રત્યેક રાજકીય પક્ષ વિશાળ સંસ્થાકીય માળખું ધરાવે છે અને તળ વિસ્તારોથી માંડીને રાષ્ટ્રીય સ્તર સુધી કાર્યકરોની ટુકડીઓ ધરાવે છે. જોકે, દેશમાં અન્ય સંસ્થાઓ સાથે રાજકીય પક્ષો પણ સમૃદ્ધ છે.

રાજકીય પક્ષો ચૂંટણીઓ દરમ્યાન લોકોના કલ્યાણનાં વચનો આપતા હોય છે અને સોગંદ લેતા હોય છે. સમગ્ર વર્ષ દરમ્યાન તેઓ સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય છે, જેની વિવિધ માધ્યમો સમચાર તરીકે નોંધ લેતા હોય છે.

કોરોનાવાયરસ મહામારી ભારતમાં અત્યંત ઝડપભેર વધી રહી છે, જેનાથી તબીબી સાધનો અને અન્ય સંબંધિત મદદ માટે તાત્કાલિક નાણાંકીય જરૂરતો ઊભી થઈ છે.

મતદારોનો વિશાળ સમુદાય ખોરાક અને અન્ય આવશ્યક ચીજો માંડ મેળવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે, તે સમયે રાજકીય પક્ષો માટે આ જૂથો મારફતે કમાયેલી આવક ખર્ચવાનો સમય પાકી ગયો છે. એટલે, ભારતમાં કોરોનાવાયરસ મહામારી સામેની લડતમાં એટલે કે જે સમયે ખરેખર કલ્યાણની જરૂર ઊભી થઈ છે, ત્યારે તેમનો સાથ અને હાથ માગવાનો સમય આવી ગયો છે.

સ્ત્રોતઃ મીડિયાના અહેવાલો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.