- ધમાકા સાથે થયો વિસ્ફોટ
- બ્લાસ્ટ સાથે બે માળનું મકાન તૂટી પડ્યું
- શહેર કોંગ્રેસ પ્રમુખનું મોત નીપજ્યું હતું
મેરઠઃ ઉત્તરપ્રદેશના જમપદના સરધાનામાં ગુરૂવારના રોજ એક મકાનમાં ધમાકા સાથે વિસ્ફોટ પદાર્થ ફાટ્યો્ હતો. બ્લાસ્ટ સાથે બે માળનું મકાન તૂટી પડ્યું હતું. મકાન બે માળનું મકાન ધરાશાયી થતાં શહેર કોંગ્રેસ પ્રમુખનું કાટમાળ નીચે દબાઇ જતા મોત નીપજ્યું હતું. તે સમયે સરથાણા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી.
સરથાણા વિસ્તારમાં વિસ્ફોટ
સરથાણા વિસ્તારમાં એક વિસ્ફોટ થયો હતો. પરિવારના સભ્યો ઘરમાં હતા. તે દરમિયાન એક જોરદાર વિસ્ફોટ થયો અને મકાન ધરાશાયી થયું હતુ. વિસ્ફોટ એટલો મોટો થોયા કે લગભગ અડધે સુધીના મકાનોની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી. વિસ્ફોટ બાદ ઘરમાં આગ લાગી હતી. આ ઘટનામાં પરિવારના 1 સભ્યનું મોત નીપજ્યું હતું અને ઘણા લોકો કાટમાળની નીચે ફસાયા હતા. જેમને હટાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
બીજી તરફ બાતમી મળતાં સરથાણા પોલીસ ઉપરાંત સી.ઓ.સર્ધન આર.પી.શાહી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત નજીકના પોલીસ મથકોથી પોલીસને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.