પુલવામા જિલ્લામાં પંપોર વિસ્તારમાં આતંકવાદીઓએ એક નાગરીકને ગોળી મારી હતી. જેની જાણકારી પોલીસે આપી છે. પોલીસે જણાવ્યું કે સોમવારે મોડી સાંજે આતંકવાદી મુહમ્મદ રફીકે રાદેરના ઘરમાં ઘુસી તેને ગોળી મારી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું કે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ આ ઘટના બાદ તે વિસ્તારમાં તપાસ અભિયાન પણ શરૂ કર્યું છે.