14 ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં CRPFના કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહિદ થયા હતાં. આ હુમલા પાછળ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો. આ સંગઠનના આતંકવાદી સજાદ અહમ ભટની કારનો ઉપયોગ કરાયો હતો.
મંગળવાર સવારે અનંતનાગમાં આતંકવાાદીઓ અને સેનાનાં જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ભટ ઉર્ફે અફઝલ ગુરુને ઠાર કરાયો છે. આ મુઠભેડમાં એક જવાન પણ શહિદ થયો હતો. સજાદ ભટ પુલવામા હુમલાના થોડા દિવસ પહેલા જ આતંકવાદી સંગઠન સાથે જોડાયો હતો. તે અનંતનાગ જિલ્લાના મારહામા ગામનો રહેવાસી છે.