ગુરુગ્રામઃ હરિયાણાના ગુરુગ્રામમાં પોલીસ પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. દિલ્હીથી ગુરૂગ્રામ આવનારા લોકોએ પોલીસ દ્વારા રોકવાામાં આવતા રોષે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ કેસ પાલમ વિહાર વિસ્તારનો છે. ગુરુગ્રામના પાલમ વિહાર દિલ્હી બોર્ડરની બાજૂમાં છે.
શું છે સમગ્ર ઘટના?
દિલ્હીથી કેટલાય લોકો ગુરૂગ્રામ કામ કરવા આવે છે, પરંતુ ગુરૂગ્રામ પોલીસે લોકોને રસ્તામાં જ રોક્યા હતા. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જો કે, હાલ સ્થિતિ કાબુમાં છે. તેનાથી જોડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.
વધુમાં જણાવીએ તો હરિયાણા સરકારે લોકડાઉન 4.0ને સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે કોઈ જિલ્લા રેડ ઝોન નથી. હરિયાણાના તમામ 22 જિલ્લાઓને ઓરેન્જ ઝોન બનાવવામાં આવ્યા છે. ગુરુગ્રામ હવે ઓરેન્જ ઝોનમાં આવી ગયો છે અને વહીવટ તંત્ર તરફથી ઉદ્યોગ ખોલવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ બીજા જિલ્લા અથવા રાજ્યમાં આવવા જવું હોય તો પરવાનગી લેવી પડે છે.