રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. દિલ્હીમાં સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે. શનિવારે તાપમાન 2.4 ડિગ્રીએ પહોંચતાં લોકએ હાડ થીજવતી ઠંડી અનુભવી હતી.
![દિલ્હીમાં લઘુત્તમ 2.4 ડિગ્રીએ પહોંચતાં નોંધાતા ઠંડીમાં થયો વધારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5526973_delhi.jpg)
દિલ્હી- NCR સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે ટ્રેનની મુસાફરીમાં અસર થઈ રહી છે. સવારે વાતાવરણ સ્પષ્ટ ન હોવાના કારણે ટ્રેનો મોડી થઈ રહી છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પહાડો પર માઈનસ 20થી માઈનસ 30 નોંધાયું હતું.