હૈદરાબાદ: તેલંગાણામાં કોરોના વાઇરસ ધટી રહેલા કેસોને કારણે મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે સોમવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી થોડા દિવસોમાં રાજ્ય કોવિડ-19ના પોઝિટિવ કેસોથી સંપૂર્ણ મુક્ત થઈ જશે.
તેમણે કહ્યું કે, કેસની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. તે રાજ્ય માટે ખૂબજ સારી વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વીડિયો કોન્ફરન્સમાં તમામ મુખ્યપ્રધાનો સાથે ભાગ લીધા પછી, રાવે આરોગ્ય પ્રધાન ઇટાલા રાજેન્દ્ર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
CMએ જણાવ્યુ હતું કે, સોમવારે 159 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી અને તેમાંથી માત્ર બે જ પોઝિટિવ આવ્યાં છે.