હૈદરાબાદ (તેલંગાણા): છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ-19 કેસોમાં ઘટાડો થયા પછી, તેલંગણામાં ગુરુવારે 22 નવા કેસ અને ત્રણ મૃત્યુનો વધારો જોવા મળ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોવિડ -19ના કારણે ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. જેમાં 44 અને 76 વર્ષની વયની વર્ષની સ્ત્રી અને બે પુરુષનો સમાવેશ થાય છે. ત્રણેય ગ્રેટર હૈદરાબાદના હતા.
22 નવા કેસ સાથે, કુલ સંખ્યા વધીને 1,038 થઈ ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં એક પણ કેસ નોંધાયો નહોતો. પરંતુ ગુરુવારે અચાનક કેસમાં વધારો જોવા મળ્યો હતો.
-
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana (Dated: 30.04.2020) pic.twitter.com/av2xazv6Zp
— Eatala Rajender (@Eatala_Rajender) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Media bulletin on status of positive cases of #COVID19 in Telangana (Dated: 30.04.2020) pic.twitter.com/av2xazv6Zp
— Eatala Rajender (@Eatala_Rajender) April 30, 2020Media bulletin on status of positive cases of #COVID19 in Telangana (Dated: 30.04.2020) pic.twitter.com/av2xazv6Zp
— Eatala Rajender (@Eatala_Rajender) April 30, 2020
અધિકારીઓના જણાવ્યા અનુસાર, બે ચેપગ્રસ્ત વ્યક્તિઓનો વાઈરસ હૈદરાબાદના મલકપેટ ગુંજ માર્કેટમાં ત્રણ દુકાનના માલિકોને લાગ્યો હતો. જેથી તેમના પરિવારના સભ્યો અસરગ્રસ્ત થયા હતા.
આરોગ્ય પ્રધાન ઇ. રાજેન્દરે જણાવ્યું હતું કે, બે ચેપગ્રસ્ત માણસોના રહેણાંક વિસ્તાર ગુંજને કન્ટેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે જાહેરાત કરી હતી કે, ગુરુવારે 33 કોવિડ -19 દર્દીઓ સાજા થયા છે. જેમને રજા આપવામાં આવી હતી. તેમાં 50 વર્ષીય ડોક્ટર પણ સામેલ છે.
આની સાથે, જે લોકો સ્વસ્થ થયાં અને ડિસ્ચાર્જ થયાં તેમની સંખ્યા વધીને 442 થઈ ગઈ છે. હાલમાં 568 લોકો હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
ગુરુવારે પોઝિટિવ કેસોની સંખ્યામાં અચાનક ઉછાળો આવતા મુખ્યપ્રાન કે.ચંદ્રશેખર રાવે આરોગ્ય વિભાગને એલર્ટ કરી દીધું હતું. ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે ગ્રેટર હૈદરાબાદમાં વાઈરસનો ફેલાવો અટકાવવા અધિકારીઓને નિર્દેશ આપ્યો. જેના પગલે રાજેન્દ્રએ વરિષ્ઠ અધિકારીઓની મીટિંગ બોલાવી કન્ટેન્ટ ઝોનમાં કડક પગલાં લેવાનું નક્કી કર્યું.