હૈદરાબાદ (તેલંગાણા): તેલંગાણા કેબિનેટ દ્વારા શનિવારે બપોરે હૈદરાબાદ ખાતે બેઠક યોજાવવાની છે. જેમાં રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને 14 એપ્રિલથી વધારવાનો નિર્ણય લેવામાં આવશે.
આ બેઠક મુખ્યપ્રધાના ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં મળેલી બેઠક રાવના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવન ખાતે બપોરે 3 વાગ્યે મળશે. જેમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, મંત્રીમંડળ લોકડાઉન લંબાવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરી શકે છે.
આ બેઠકમાં રાજ્યની આર્થિક સ્થિતિ, ભાવિ કાર્યવાહીનો માર્ગ, રાજ્યના ગરીબોને આપવામાં આવેલી સહાય અને તેલંગાણા સ્થળાંતર કરનારા અન્ય લોકો, કૃષિ પેદાશોની ખરીદી, કરાના કારણે પાકને નુકસાન અને અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.