ETV Bharat / bharat

તેજસ્વી યાદવે મધુબનીમાં પૂરગ્રસ્ત લોકોને ભોજન વિતરણ કર્યું - બિહારમાં કોરોના

બિહાર વિધાનસભા નેતા તેજસ્વી યાદવે કોરોના મહામારીને લઇને બિહાર સરકાર પર નિશાન સાધ્યું છે. પહેલા કોરોના અને હવે પૂર એમ બેવડી આફતનો સામનો કરી રહેલા બિહારના પૂરગ્રસ્ત દરભંગા અને મધુબની વિસ્તારની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે, બિહારના લોકો પ્રત્યે સરકાર બેદરકારી દાખવી રહી છે.

બિહારમાં પહેલા કોરોના અને હવે પૂરની આફતને પગલે લોકો રસ્તા પર ભૂખ્યા ટળવળી રહ્યા છે: તેજસ્વી યાદવ

author img

By

Published : Jul 22, 2020, 7:03 PM IST

બિહાર: બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષ નેતા તેજસ્વી યાદવે બિહાર કોરોના મહામારીનું વૈશ્વિક હોટસ્પોટ બનશે તેવી આશંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે બિહારની પરિસ્થતિ ચીનના વુહાન શહેર કરતા પણ ખતરનાક થઇ શકે છે.

તેજસ્વી યાદવ બિહારના મધુબનીના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરતી વખતે થોડો સમય દરભંગામાં રોકાયા હતા જ્યાં તેમણે કોરોના થી અવસાન પામેલા રાષ્ટ્રીય જનતા દળના નેતા જમાલ અખ્તર રૂમીના પરિજનો સાથે પણ મુલાકાત કરી હતી જે દરમિયાન પૂરના પગલે રસ્તા પર શરણ લઇ રહેલા અસરગ્રસ્તોને તેમણે ભોજન વિતરણ કર્યુ હતું.

તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે સરકાર પૂરપીડિતો માટે કોઈ પ્રકારની સહાયની જોગવાઇ નથી કરી રહી. પૂરથી બચવા માટે લોકો રસ્તા પર આશરો લઇ રહ્યા છે પરંતુ ભોજનની વ્યવસ્થા ના અભાવે કલાકો સુધી તેઓ ભૂખ્યા તરસ્યા ટળવળી રહ્યા છે. ઉપરાંત રાજ્યમાં કોરોનાથી પણ અનેક લોકો મરી રહ્યા છે. કેટલાય પ્રધાનો, ડોક્ટરો, પોલીસ અધિકારીઓ સતત કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.

બિહારમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલા ન લેવાયા તો એ દિવસ દૂર નથી જ્યારે બિહાર પણ કોરોનાનું હોટસ્પોટ બની જશે અને ચીનના વુહાનથી પણ ભયંકર પરિસ્થિતિમાં તે આવી જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.