ETV Bharat / bharat

બિહાર સરકારે લોકોને ભગવાન ભરોસે છોડી દીધા છેઃ તેજસ્વી યાદવ

author img

By

Published : Jul 7, 2020, 10:33 PM IST

બિહાર સરકાર પર નિશાન સાધતા વિપક્ષી નેતા તેજસ્વીએ કહ્યું કે, રાજ્યમાં કોરોના વાઈરસને કારણે ભયંકર પરિસ્થિતિ બનવાની છે. પરંતુ સરકાર માત્ર ચૂંટણીની તૈયારીઓમાં જ વ્યસ્ત છે.

tejashwi-yadav-targeted-bjp-and-jdu-for-preparations-of-election
બિહાર સરકારે લોકોને ભગવાન ભરોસે છોડી દીધા છેઃ તેજસ્વી યાદવ

પટનાઃ જેડીયુ-ભાજપની વર્ચ્યુઅલ રેલી પર વિપક્ષી નેતા તેજસ્વીએ સવાલ ઉઠાવ્યો કે, બિહારમાં લોકો મરી રહ્યાં છે અને આવી સ્થિતિમાં સરકાર ચૂંટણી માટેની તૈયારી કરી રહી છે. વિપક્ષી નેતા, તેજસ્વી યાદવે કહ્યું કે, નીતિશ કુમાર કેન્દ્ર સરકારની રિપોર્ટમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે. આ સ્થિતિ કોરોનાના ભયંકર સમયમાં શરમજનક છે.

બીજી તરફ, CM નીતિશના કોરોના ટેસ્ટ રિપોર્ટ પર નિશાન સાધતા તેજસ્વી યાદવે કહ્યું કે, તેમનો રિપોર્ટ માત્ર 2 જ કલાકમાં આવી ગયો હતો. પરંતુ સામાન્ય લોકોના રિપોર્ટમાં કેમ વિલંબ થાય છે ? ચૂંટણીની તૈયારીમાં રોકાયેલા ભાજપ અને જેડીયુ પર તેજસ્વી યાદવે પૂછ્યું કે, કોરોનાના સંકટ સમયમાં ચૂંટણી માટે સરકાર આટલી બેચેન અને ઉતાવળી કેમ છે. સીએમ નીતિશને તેમની ખુરશીની ચિંતા કેમ છે. આ સમય ચૂંટણી માટે યોગ્ય નથી. સરકારે ધ્યાન આપવું જોઈએ.

તેજસ્વીએ કહ્યું કે,

  • સરકારે બિહારના લોકોને ભગવાન ભરોસે છોડી દીધા છે
  • કેન્દ્રના આંકડા દર્શાવે છે કે વેન્ટિલેટર, તબીબી કર્મચારીઓની અછત છે
  • છેલ્લા બે વર્ષમાં બિહારમાં કોઈ આરોગ્ય કેન્દ્રની સ્થાપના થઈ નથી
  • ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આજે બેગુસરાય જિલ્લામાં વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
  • શિશુ મૃત્યુ અને માતા મૃત્યુદર પણ વધારે છે
  • કેન્દ્રના આંકડા સામે રાખીને કહું છું
  • બિહારમાં, ગ્રામીણ વિસ્તારોમાં 17 હજાર લોકો માટે 1 ડૉક્ટર છે

તેજસ્વી યાદવે કહ્યું કે, કેન્દ્ર સરકારની જેટલી સંસ્થાઓ છે, એનઆરએચએમ હોય કે નીતિ આયોગ. બધાએ બિહારની આરોગ્ય પ્રણાલી ઉપર સવાલ ઉભા કર્યાં છે. નીતીશ કુમારે જવાબ આપવો પડશે કે 15 વર્ષમાં બિહારમાં આરોગ્ય પ્રણાલી કેમ ખરાબ થઈ ગઈ. બિહાર કેન્દ્રમાંથી મેળવેલા ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં બિહારમાં કોરોના ચેપને કારણે લોકોનું જીવન જોખમમાં છે. સરકારે તેમને ભગવાન ભરોસો છોડી દીધા છે. મુખ્યપ્રધાનનો રિપોર્ટ 2 કલાકમાં આવે છે, તો પછી સામાન્ય લોકોને ઝડપી પરીક્ષણની સુવિધા કેમ નથી મળી રહી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.