નવી દિલ્હી: કોરોના વાઇરસના કારણે કરવામાં આવેલા લોકડાઉન બાદ ટ્રેનથી યાત્રાની યોજના બનાવી રહેલા લોકોએ હજુ થોડા દિવસની રાહ જોવી પડશે. IRCTCના પ્રવક્તાએ જણાવ્યું કે આઇઆરસીટીસીએ તેમની ત્રણ પ્રાઇવેટ ટ્રેનમાં બુકિંગ 30 એપ્રિલ સુધી રદ કર્યું છે. આ પહેલા બુકિંગ 21 દિવસના લોકડાઉનની સમયમર્યાદા સુધી જ બધ હતું.
આ 3 ટ્રેનમાં 2 તેજસ ટ્રેન અને 1 કાશી મહાકાલ એક્સપ્રેસ છે. અધિકારીએ જણાવ્યું કે જે યાત્રિઓએ આ 3 ટ્રેનમાં બુકિંગ કરાવું હતું. તેમને ટિકિટના પૂરા પૈસા પરત કરવામાં આવશે. આઈઆરટીસીએ લોકડાઉનની સમયમર્યાદા વધવાના અણસાર જોતા આ નિર્ણય લીધો છે.