ETV Bharat / bharat

ખટ્ટરને ટક્કર આપવા પૂર્વ જવાન તેજબહાદુરસિંહ મેદાનમાં - હરિયાણા ન્યૂઝ

હરિયાણાઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું રણશીંગ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે કરનાલ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર સામે  JJP પાર્ટીએ  BSF પૂર્વ જવાનને ટિકિટ આપી છે. જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.આ બેઠક પર ચૂંટણી જંગ માટે ભારે ઉત્સુક્તા ઉભી થઈ છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી
author img

By

Published : Oct 4, 2019, 11:35 AM IST

જનનાયક જનતા પાર્ટીએ કરનાલ વિધાનસભા બેઠક પર મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરને ટક્કર આપવા માટે પૂર્વ BSF જવાનને મેદાનમાં ઉતાર્યા છે. શુક્રવારે સવારે 11 વાગ્યે તેજ બહાદુર JJP પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.

ઉલ્લેખનીય છે કે, હરિયાણામાં 21 ઓક્ટોમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારબાદ 24 ઓક્ટોમ્બરે મતગણતરી કરવામાં આવશે.

2017માં તેજ બહાદુરને BSFમાંથી બરખાસ્ત કરાયો હતો.....

2017માં તેજ બહાદુર યાદવને તેના પદ પરથી બરખાસ્ત કરવામાં આવ્યો હતો. કારણ કે, તેણે સુરક્ષા દળોના ભોજનની ગુણવત્તા અંગેનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. 2019માં માં તેજ બહાદુરે લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી વિરૂદ્ધ વારાણસી બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી, પણ ચૂંટણી પંચે તેમની ઉમેદવારી રદ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.