નવી દિલ્હીઃ ટાટા પ્રોજેક્ટ લિમિટેડ 861.90 કરોડ રૂપિયા લગાવીને સંસદ ભવનની નવી ઈમારતનું નિર્માણ કરશે. અધિકારીઓએ જણાવ્યું કે ટાટા પ્રોજેક્ટે બોલી જીતી છે.
જ્યારે એલએન્ડટીએ 865 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. એક અધિકારીએ કહ્યું કે ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડને સંસદની નવી ઈમારત બનાવવાનું ટેન્ડર મેળવ્યું છે.
સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવી ઈમારત સંસદની હાલની ઈમારત પાસે જ બનાવવામાં આવશે. જેને બનવામાં 21 મહિના જેટલો સમય લાગે તેવી સંભાવના છે.
કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ અનુસાર નવી ઈમારત સંસદ ભવન સંપદાની પ્લોટ સંખ્યા 118 પર બનશે. જ્યાં સુધી સંસંદની નવી ઈમારત નહી બને ત્યાં સુધી સંસદ ભવનની કામગીરી હાલની ઈમારતમાં જ કરવામાં આવશે.