ટાટા મોટર 100થી વધુ મોડેલ BS-6 એન્જીન સાથે બજારમાં ઉતરવા સજ્જ થઈ રહી છે. કંપની આવતા મહિને આ પ્રોજેક્ટ શરૂ કરશે. કંપનીએ બુધવારે આપેલા એક નિવેદન જાહેર કર્યુ હતું. જેમાં કંપનીએ કહ્યું કે, આગામી ઑટો એક્સપોમાં 14 વ્યાવસાયિક તથા 12 પેસેન્જર વાહનોને પ્રદર્શન માટે મુકવાની યોજના છે.
કંપની આગામી મહિનાથી તેની શરૂઆત કરશે. કંપનીએ ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તે આગામી ઑટો એક્સ્પોમાં 14 વ્યાવસાયિક અને 12 પેસેન્જર વાહનોનું પ્રદર્શન કરવા જઈ રહી છે. આ સિવાય કંપનીની ચાર વૈશ્વિક કામગીરીની યોજના પણ છે."
ટાટા મોટર્સના પ્રમુખ અને ચીફ ટેકનોલોજી અધિકારી રાજેન્દ્ર પેતકરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "જાન્યુઆરી 2020 પછી, અમે એક હજારથી વધુ એકમો સાથે 100થી વધુ અગ્રણી મોડેલ BS-6 એન્જીન સાથે રજૂ કરવા જઈ રહ્યા છીએ."
ટાટા મોટર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર ગુંતર બુત્શેકે આવતા મહિને ઑટો એક્સ્પો માટે કંપનીની યોજનાઓ વિશે જણાવ્યું હતું કે, "કંપની કનેક્ટેડ, ઇલેક્ટ્રિક, શેર અને સલામત પર ધ્યાન કેન્દ્રિત કરશે."