મળતી માહિતી પ્રમાણે, તિરુચિરાપલ્લી જિલ્લાના એક ગામમાં બે વર્ષના બાળકનું બોરવેલમાં પડવાથી મોત થયું છે. બાળકના મૃતદેહને બહાર કાઢ્યા બાદ મનાપ્પારાઈ સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ, તેના મૃતદેહને તેના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો છે.
આ ઘટના અંગે વાત કરતાં પરિવહન વિભાગના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, "અમે બાળકને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકનું શરીર બોરવેલમાં ઓગળી ગયું હતુ. જેના કારણે બોરવેલમાંથી દુર્ગંધ આવતી હતી. અમે તેને જીવતો બહાર લાવવાનો પૂરતો પ્રયાસ કર્યો પણ તેને બચાવી ન શક્યા તેનું દુઃખ છે."
ઉલ્લેખનીય છે કે, શુક્રવારની સાંજે સુજીત બોરવેલ પડ્યો અને 30 ફૂટની તળીયે ફસાયો હતો. ત્યારબાદ રાત્રે લગભગ તે 100 ફૂટની સુધી નીચે ઉતરી ગયો હતો. ઘટનાની જાણ થતાં તમિલનાડુ તંત્રએ તાત્કાલિક ધોરણે બચાલ કામગીરી હાથ ધરી હતી. NDRF અને SDRFની ટીમને પણ બોલાવવામાં આવી હતી. જેણે ચાર દિવસ સુધી સતત બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
બાળકની બચાવ કામગીરી નાયબ મુખ્યપ્રધા પન્નીરસેલ્વમની નજર હેઠળ થઈ રહ્યું હતું. તેમણે સોમવારના રોજ સુજીતના પરિવારની મુલાકાત લઈને આશ્વાસન પણ આપ્યું હતુ. આમ, તંત્રના અથાગ પ્રયત્ન છતાં બાળકનો જીવ ન બચતા સમગ્ર પંથકમાં શોકનું વાતારણ સર્જાયું છે.