ETV Bharat / bharat

તામિલનાડુમાં કોરોનાનો કહેર યથાવત, પોઝિટિવ કેસની સંખ્યા 90,000ને પાર

તામિલનાડુમાં મંગળવારે કોરોના વાઇરસ સંક્રમણના લગભગ 4,000 નવા કેસ સામે આવ્યા છે. જેથી રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 90,000ને પાર પહોંચી છે.

ETV BHARAT
તામિલનાડૂમાં કોરોનાનો કહેર યથાવત, પોઝિટિવ કેસની સંખ્યા 90,000 પાર
author img

By

Published : Jun 30, 2020, 9:47 PM IST

ચેન્નઈઃ તામિલનાડુમાં મંગળવારે કોરોના વાઇરસ સંક્રમણના લગભગ 4,000 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં કોવિડ-19ના પોઝિટિવ કેસની સંખ્યા 90,000 પાર પહોંચી છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં કોરોનાને કારણે 60 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 1,201 પર પહોંચી છે. રાજ્ય સરકારે આ અંગે માહિતી આપી છે.

આરોગ્ય વિભાગના બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, મંગળવારે નોંધાયેલા નવા કેસમાં માત્ર ચેન્નઈના 2,393 કેસ સામેલ છે. ચેન્નઈમાં સંક્રમણના કુલ કેસનો આંકડો 58,387 પહોંચ્યો છે, જ્યારે સમગ્ર તામિલનાડુમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 90,187 પહોંચી છે. આ સાથે જ મંગળવારે 2,325 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી કુલ ડિસ્ચાર્જ લોકોની સંખ્યા 50,074 થઇ છે.

રાજ્યમાં 38,889 દર્દી સારવાર લઇ રહ્યા છે. રાજ્યના વિવિધ હોસ્પિટલોમાં કોવિડ-19થી સંક્રમિત 60 લોકોના મોત થયાં છે. જેમાં 57 દર્દી અન્ય બિમારીથી પણ પીડિત હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.