નવી દિલ્હીઃ દિલ્હીમાં વાતચીત નષ્ફળ નિવડયા બાદ આજે ચંડીગઢમાં યોજાયેલી કિસાન સંગઠનની બેઠક મહત્વની રહેશે. આ બેઠકમાં રેલ ટ્રેક ખોલવા કે નહી તે અંગે નિર્ણય કરવામાં આવશે. દિલ્હીમાં યોજાયેલી બેઠક નિષ્ફળ રહ્યા બાદ કિસાન યુનિયનોમાં ખુબ જ રોષ ઉઠ્યો છે.
કૃષિ કાનુનના વિરોધમાં 21 દિવસથી ખેડૂતો રેલવે ટ્રેક પર જમા છે. જેના કારણે માલગાડીઓનું આવન જાવન ઠપ્પ થઈ ગયું છે. જેની પંજાબમાં વિજળી ઉત્પાદન પર ભારે અસર પડી રહી છે. તેમજ જિલ્લાઓમાં લોકો સુધી ખાદ્યાન્ન પણ નથી પહોંચાડી શકાતુ નથી. આ ઉપરાંત આની સીધી અસર આગામી સમયમાં ઘંઉની સીજન પર પણ પડી શકે છે. ટ્રેન ન ચાલી શકવાથી પંજાબ રાજ્યમાંથી તૈયાર માલ બહાર જઈ શકતો નથી અને કાચો માલ પંજાબમાં લાવી શકાતો નથી.
પંજાબના કેબિનેટ પ્રધાનોનું કહેવું છે કે કૃષિ કાનુન પાસ કરતાં પહેલા ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની વાત કરવામાં આવી નહોતી. તેમજ ત્યાર બાદ ખેડૂતોમાં ચાલી રહેલા રોષ મુદ્દે પણ વડાપ્રધાન કે ગૃહપ્રધાન વાત કરવા આગળ આવી રહ્યાં નથી. વધુમાં પ્રધાનોએ કહ્યું કે કેન્દ્ર સરકાર અધિકારીઓને આગળ કરી ખેડૂતો સાથે વાત કરવાથી ભાગી રહી છે.
આપના જણાવી દઈએ કે રાજ્યસભામાં અને લોકસભામાં કૃષિ બિલ પાસ થયા બાદ કેટલાય ખેડૂતોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. જેને લઈ ઠેર ઠર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યાં હતાં. આ કડીમાં પંજાબમાં ખેડૂતો દ્વારા રેલવેના ટ્રેક પર જમા થઈ રસ્તો રોકી આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ખેડૂતો સતત 21 દિવસથી આ રીતે પ્રદર્શન કરી રહ્યાં છે.