ETV Bharat / bharat

કોરોના વાયરસને લઈ દિલ્હી સરકાર એક્શનમાં આવી - coronavirus

દિલ્હી સરકાર સતત કોરોનાનો સામનો કરવાની અપીલ કરી રહી છે. પહેલો મામલો સામે આવ્યા બાદ સરકારે આ ખતરનાક વાયરસનો સામનો કરવા માટે કમર કસી છે.ખતરનાક અને જીવલેણ કોરોના વાયરસ હવે દેશના પાટનગર દિલ્હી સુધી પહોંચી ગયો છે. પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો પહેલો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાનો વધુ એક કેસ તેલંગાણામાં પણ નોંધાયો છે. દિલ્હીમાં જે વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે તે તાજેતરમાં જ ઈટાલીથી અને અન્ય એક વ્યક્તિ દુબઈથી પરત ફર્યો હતો.

કોરોના વાયરસને લઈ દિલ્હી સરકાર એક્શનમાં આવી

author img

By

Published : Mar 3, 2020, 11:27 PM IST

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવી ચૂક્યો છે. કોરોનાનો દર્દી સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે, તેના પરિવાર અને નજીકના લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને તે દેખરેખમાં છે. દિલ્હી સરકાર તથા કેન્દ્ર સરકાર બંન્ને કોરોનાનો સામનો કરવા માટે મોટા પગલાં ભરી રહી છે. લોકોના મનમાં કોરોનાનો ડર છે અને સરકાર સતત અપીલ કરી રહી છે કે ડરો નહીં. મંગળવારે સાંજે દિલ્હી સરકારમાં સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ એક પત્રકાર પરિષદ યોજીને કોરોના વિશે વાત કરી હતી. સ્વાસ્થ્ય પ્રધાને અપીલ કરીને કહ્યું કે, લોકોએ ડરવાની જરૂર નથી. આ એક બીમારી છે જે સારવાર કરવાથી ઠીક થઈ જાય છે.

સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, કોરોના વાયરસથી બચવા માટે કેટલિક સાવધાની રાખવાની જરૂર છે. તેમાં સૌથી જરૂરી છે કે હાથ ધોઈને પોતાની આંખ, મોઢા વગેરેને લગાવો. જે વ્યક્તિને કોરોનાનો ચેપ છે તેની નજીક ન જાવો, ઓછામાં ઓછા 2 કે અઢી ફૂટના અંતર પર રહો. સૌથી વધુ જરૂરી છે કે ડરો નહીં. સાફ-સફાઈનું ખુબ ધ્યાન રાખો. તેમણે આગળ કહ્યું કે, દિલ્હીમાં કોરોનાને લઈને ખુબ તૈયારીઓ કરી છે. આ મામલામાં સાવધાની રાખવાની જરૂર છે.

સત્યેન્દ્ર જૈને આગળ કહ્યું કે, 25 હોસ્પિટલોમાં કોરોનાની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. 230 બેડ તૈયાર છે. તો 12 જગ્યાએ મેડિકલ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સાડા ત્રણ લાખ N95 માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના મામલાની સંખ્યા પણ તેમણે જણાવ્યું કે, હજુ સુધી 1 કેસની ખાતરી થઈ છે જ્યારે દેશભરમાં 3-4 કેસ મળ્યા છે.

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કે, અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. તેના સંપર્કમાં જે 10-12 વ્યક્તિ આવ્યા છે, તેને અલગ રાખવામાં આવ્યા છે અને તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, નોઇડા અને દિલ્હીમાં જે મામલો ગણાવવામાં આવી રહ્યો છે. તેમાં પીડિત વ્યક્તિ એક જ છે. તેમણે કહ્યું કે, ડરવાની જરૂર નથી. જો કોઈમાં કોરોનાના લક્ષણ જોવા મળે તો ડરશો નહીં. દર્દી અને હેલ્થ સ્ટાફે માસ્ક પહેરવાની જરૂર છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફતી જણાવવામાં આવ્યું છે કે આ મામલા પર પ્રકાશ પડ્યા બાદ વિદેશથી પરત ફરેલા લોકોની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જોકે, હાલમાં કોરોનાના બંને દર્દીઓની તબિયત સ્થિર છે. આ અગાઉ ચીનથી એરલિફ્ટ કરવામાં આવેલા ભારતીય નાગરિકોને માનસેર સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે, જ્યાં તેઓને 24 કલાક માટે અન્ડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.