શ્રીનગરઃ અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબિયત પહેલા કરતા સુધારો થઇ રહ્યો છે. એસ.કે.આઇ.એમ.એસ હોસ્પિટલના એક વરિષ્ઠ ડૉક્ટરે કહ્યું કે, ‘તેમની તબિયત હવે સ્થિર છે. હવે તેની તબિયત પહેલાથી વધારે સારી છે.’
ડૉક્ટરે કહ્યું કે, જીએમસી શ્રીનગરના ચેસ્ટ મેડિસનના ડૉક્ટર નવીદની સલાહ પર શાહ ગિલાની પ્રવાહી પદાર્થ અને દવાઓ પર છે.
અલગાવવાદી નેતા ગિલાનીની તબિયત સંબંધિત અફવાઓ રોકવા માટે અધિકારીઓએ આ અઠવાડિયાની શરુઆતમાં કાશ્મીરમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી છે.