યુપીના રાયબરેલીમાં રોડ અકસ્માતમાં ઉન્નાવ રેપ પીડિતાનો અકસ્માત થતાં એખ વાર ફરી આ ઘટના તાજી થઈ ગઈ છે તથા આ મામલો ચર્ચામાં આવ્યો છે. આ રેપ કેસમાં યુપીના માખીથી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અનેક સવાલો થઈ રહ્યા છે. આ દુર્ઘટના બાદ વિપક્ષી પાર્ટીઓએ પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. તો બીજી બાજુ પીડિત પરિવાર આ ઘટનાને અકસ્માત નહીં પણ કાવતરુ માની રહી છે. પરિવારનો આરોપ છે કે, આ ઘટના ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર દ્વારા કાવતરૂ રચી અકસ્માત કરાવામાં આવ્યો છે. સાથે સાથે પરિવારે આ કેસમાં સીબીઆઈની તપાસ કરાવા માટે માગ કરી રહ્યા છે.
ઉન્નાવ રેપ કેસમાં પીડિતા સાથે બનેલી ઘટના સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. આ સમયે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલ લખનઉ પહોંચ્યા છે. દિલ્હી મહિલા ઓયોગના અધ્યક્ષ સ્વાતી માલીવાલે કહ્યુ કે, દેશની સંવેદનાઓ પીડિતા સાથે છે. રવિવારે રાયબરેલીમાં પીડિતાની કારને અકસ્માત થયો હતો. આ ઘટનામાં પીડિતાના માસી અને કાકીનું મોત થયું હતુ.
સ્વાતી માલીવાલે કહ્યું કે, આ લડાઈમાં પીડિતા એકલી નથી. સમગ્ર દેશ તેની સાથે છે. સ્વાતી માલીવાલે કહ્યું, 'ઉન્નાવ પીડિતાને મળવા લખનઉ હોસ્પિટલ જઈ રહી છું. તેમની સુરક્ષા અને સારવાર સુનિશ્ચિત કરાવીશ. તેમજ ઉત્તમ સારવાર માટે દિલ્હીમાં વ્યવસ્થા કરાવીશ. તેમની સાથે કોઈ ષડયંત્ર ન થાય.
રવિવારે રાયબરેલીમાં પીડિતાની કારનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પીડિતાના માસી અને કાકીનું મોત થયું હતુ, પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને લખનઉ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે ખસેડાયા છે.