DCP સંજય ભાટીયાના જણાવ્યાનુસાર, IGI એરપોર્ટના ટર્મિનલ 3ના ગેટ નંબર 2 પાસેથી બિનવારસી બેગ મળી હોવાની જાણકારી CISF જવાનો પાસેથી મળી હતી. તપાસ દરમિયાન બેગમાંથી RDX મળી આવ્યો છે. જેથી એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર શંકાસ્પદ બેગ મળી આવ્યું હતું. જેના કારણે એરપોર્ટ પર અફતફરીનો માહોલ સર્જયો હતો. તે દરમિયાન ઘટના પર હાજર CISFના જવાનોએ તરત જ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સાથે સ્કવૉડ અને ડૉગની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.