નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે તેમની કથિત પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તીની અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. જેમાં રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, બિહારમાં નોંધાયેલી એફઆઈઆર પર રોક લગાવવામાં આવે. વળી તપાસ બિહારથી મુંબઇ સ્થાનાંતરિત કરવામાં આવે.
સુશાંત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ વધી રહી છે. બિહાર સરકારની ભલામણ બાદ હવે સુપ્રીમ કોર્ટમાં પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ પછી બિહાર પોલીસ તેમની વિરુદ્ધ તપાસ કરી રહી છે. જેના કારણે રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, બિહારમાં નોંધાયેલી એફઆઈઆર પર રોક મૂકી તપાસ માટે એફઆઈઆર બિહારથી મુંબઇ સ્થાનાંતરિત થવી જોઈએ.
સુશાંતે 14 જૂનના રોજ પોતાના મુંબઇ નિવાસમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી, ત્યારબાદથી તેમના ચાહકો અને પરિવારજનો આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે. જો કે, આ કેસની તપાસમાં મુંબઈ પોલીસ અને બિહાર પોલીસની એક ટીમ સામેલ છે.