બાળ દુષ્કર્મ બાબતોમાં એક ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, દેશભરમાં 30 જૂન સુધી બાળ દુષ્કર્મના 1,50,332 કેસ પેન્ડિંગ હતા અને આ પ્રકારના કેસમાં ફ્કત 9 ટકા કેસનું સમાધાન આવ્યું છે.
બાળકો પર શારીરિક શોષણ સંબંધિત અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે, જે જિલ્લામાં 100થી વધારે બાળકો સાથે શારીરિક હિંસાના કેસ લંબાવવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, પોક્સો એકટ લાગુ કર્યા બાદ સાત વર્ષ વીતી ગયા બાદ અત્યારે મેનેજમેન્ટ સિસ્ટમ અથવા MIS દુરસ્ત કરવાની જરુર છે, કેટેગરી અનુસાર ડેટા અલગ-અલગ કરવાની પણ જરુર છે.
સમસ્યા ગંભીર હોવા છતા પણ કેન્દ્ર અને રાજ્યની સરકારે બાળ દુષ્કર્મ બાબતોમાં સુનિયોજિત કરવાની વ્યવસ્થતા નથી બનાવી.