કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશને સવાલ કર્યો કે, મારી સાથે મુલાકાત કરવા માટે ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ? સુપ્રીમ કોર્ટનું પણ આજ માનવું છે. મારી સાથે મુલાકાત કરવા માટે કોણે રોક્યા? તેઓ મને મળ્યાની જગ્યાએ મુંબઈ જઈને બેસી ગયા અને સુપ્રીમ કોર્ટ પહોંચી છે. આ સાથે મારા પર રાજીનામું ના સ્વીકારવાનો આરોપ લગાવી દીધો.
સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરતા કર્ણાટક વિધાનસભાના સ્પીકરે કહ્યું કે, મારા પાસે આજની કાર્યવાહીના વીડિયો છે. જેને હું સુપ્રીમ કોર્ટમાં આપીશ. તેમણે કહ્યું કે, બાગી ધારાસભ્યોને મારી સાથે વાત ના કરી અને રાજ્યપાલને મળવા માટે પહોચીં ગયા. આની પર તેઓ શું કરી શકે? જે બાદ ધારાસભ્યો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા. નિર્ણય માટે એટલા માટે લેટ કર્યું કરાણ કે હું આ ધરતીને પ્રેમ કરુ છું. હું ઉતાવળમાં કામ લેવા નહતો માગતો.
જ્યાં આજે તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ તમામ બળવાખોર નેતાઓને આજે સાંજે 6 વાગ્યા સુધીમાં સ્પિકર સામે હાજર થઈ રાજીનામા આપવા જણાવ્યું હતું, તથા આ અંગે સ્પિકરને પણ જણાવ્યું હતું કે, આજે જ નિર્ણય આપે. આ અંગેની વધુ સુનાવણી આવતીકાલે શુક્રવારના રોજ થશે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની બેંચ આ અરજી પર સુનાવણી કરશે. અરજીમાં વિધાનસભાના અધ્યક્ષને આ ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવા માટે સુચના આપવાની માગ કરવામાં આવી છે.
સી.જે.આઈ.ની અધ્યક્ષતા વાળી બેંચના સામે બુધવારની સવારે જ્યારે કર્ણાટકમાં રાજકીય કટોકટીનો મામલો ઉઠાવ્યો ત્યારે બળવાખોર ધારાસભ્યોને આશ્વાસન આપતા કહ્યુ કે, અદાલત તાત્કાલિક સુનાવણી માટે ગુરુવારે તેમની અરજી સૂચિબદ્ધ કરી શકે છે કે નહીં તે જોવાનું છે.
બળવાખોર ધારાસભ્યો તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને બળવાખોર ધારાસભ્યોની તરફેણમાં સ્વીકાર્યું કે, તેઓ પહેલાથી જ વિધાનસભામાં સભ્યપદમાંથી રાજીનામું આપી ચૂક્યા છે અને હવે ફરીથી ચૂંટણી લડવા માંગે છે.