નવી દિલ્હી: કાર્યકર્તા-વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં તેમના બે ટ્વીટને લઇ માફી માંગવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, આ મારા પોતોના વિચાર છે અને હું કાયમ રહીશ. મંગળવારે સુપ્રીમ કોર્ટ તેમની સજા અંગે નિર્ણય લઈ શકે છે. કોર્ટે તેમને માફી માંગવા માટે 24 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે 14 ઓગસ્ટે પ્રશાંત ભૂષણને ન્યાયતંત્ર પર અપમાનજનક બે ટ્વીટ માટે ગુનાહિત અવમાનના માટે દોષિત ઠેરવ્યો હતો. અદાલતે કહ્યું કે, ન્યાયતંત્રની કામગીરીની ટીકા કરવા માટે આ ટ્વીટ લોકોના હિતમાં કર્યું હોય તેવું માની નથી શકાતું. અદાલતની અવમાનના માટે તેમને મહત્તમ 6 મહિના કે બે હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બન્નેની સજા મળી શકે છે.
જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ ક્રિષ્ણ મુરારીની ત્રણ સભ્યોની બેંચની સુનાવણી ચાલી રહી છે. પ્રશાંત ભૂષણે સ્વમાન-અવમાનના કેસમાં દાખલ કરેલા પૂરક નિવેદનમાં કહ્યું હતું કે, માફી અરજી મારા અને એસ. સંસ્થાન માટે અપમાન સમાન હશે. ભૂષણે કહ્યું કે, "કોર્ટના અધિકારી તરીકે, તેઓ માને છે કે, જ્યારે સંસ્થા તેના સુવર્ણ રેકોર્ડથી ભટકાઈ રહી છે, ત્યારે આ વિશે પોતાના વિચાર રાખવા તે તેમની ફરજ સમાન છે. જેથી મેં મારા વિચારો સારી ભાવના માટે વ્યક્ત કર્યા છે, ન કે કોઇ સુપ્રીમ કોર્ટ અથવા કોઈ મુખ્ય ન્યાયાધીશને બદનામ કરવા.
તેમણે કહ્યું, 'મારી ટ્વીટ સદભાવના રજૂ કરે છેે. જેને હું હંમેશાં અનુસરું છું. આ વિચારોની અભિવ્યક્તિ માટે શરતી અથવા બિનશરતી માફી માંગવી એ ખોટું હશે." દેશભરની વકીલોમાં આજકાલ સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણના કેસની ચર્ચા ચાલી રહી છે. પ્રશાંત ભૂષણ પર સુપ્રીમ કોર્ટના ડેફેમેશન-અવમાનનો કેસ ચાલ્યો અને તેમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.