રિષવ રંજન નામના વ્યક્તિએ ચીફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. તેના આધારે કોર્ટે રવિવારે વિશેષ બેંચની રચના કરી હતી.
કોર્ટે આ પત્રને જાહેરહિતની અરજીના રૂપમાં ધ્યાનમાં લેવાનું નક્કી કર્યુ હતું.
આ પણ વાંચોઃ મુંબઈની આરે કૉલોનીમાં વૃક્ષછેદન થતાં વિરોધ પ્રદર્શન, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ
કોર્ટની વેબસાઈટ પર આ મામલે તાત્કાલીક સુનાવણી કરવાની નોટિસ મુકાઈ છે. જેથી આજે 10 વાગ્યે તેની ટ્રાયલ શરુ થઈ હતી. ઝાડ કાપવાના વિરોધમાં કોર્ટમાં ગયેલા વિદ્યાર્થીઓ તરફથી વકીલ સંજચ હેગડેએ કોર્ટમાં દલીલ કરી હતી. કોર્ટે સુનાવણી પછી વૃક્ષછેદનના નિર્ણય ઉપર સ્ટે મુકી દીધો છે.
પર્યાવરણ પ્રેમીઓ મુંબઈની આરે કૉલોનીમાં મુંબઈ મેટ્રો રેલ નિગમ લિમિટેડ દ્વારા વૃક્ષ કાપવાનો નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. અહીં મેટ્રો રેલ ડેપો બની રહ્યો છે. મુંબઈ હાઈકોર્ટે વૃક્ષ કાપવાની મુંબઈ નગર નિગમના આદેશને પડકારતી અરજીને ફગાવી દીધી હતી.