પ્રદૂષણના મુદ્દા પર સુનાવણી દરમિયાન જસ્ટિસ અરૂણ મિશ્રાએ દિલ્હી સરકારને કહ્યું કે, દિલ્હીની સ્થિતિ નર્ક કરતાં પણ ખરાબ છે. ભારતમાં જીવન એટલું સસ્તુ નથી કે, તમારે તેની પણ ચુકવણી કરવી પડે.
જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, તમને પદ પર બેસવાનો કોઈ અધિકાર નથી. દરેક વ્યક્તિને કેટલા લાખની ચુકવણી કરવી જોઈએ? તમે કોઈ વ્યક્તિના જીવનને કેટલું મહત્વ આપો છો?
કોર્ટે સવાલ કર્યો કે, શું તમે લોકો સાથે આ પ્રકારનો વ્યવહાર કરી શકો છો? અને લોકો દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણમાં મરવા માટે છોડી શકો છો?
પરાલી સળગાવવામાં પ્રતિબંધ છતાં હરિયાણામાં આવી ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આડે હાથ લીધી. કોર્ટે કહ્યું, દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણના કારણે લાખો લોકોની ઉંમર આછી થઇ રહી છે અને લોકોનો શ્વાસ ઘુંટાઈ રહ્યો છે.
દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણના મુદ્દે આરોપ-પ્રત્યારોપ માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા કરી.