ETV Bharat / bharat

ધારાસભ્યોના પક્ષપલટા પર સુપ્રીમ કોર્ટમાં 24 ઓગસ્ટે સુનાવણી - વરિષ્ઠ અધિવક્તા સત્યપાલ જૈન

રાજસ્થાનમાં બસપામાંથી કોંગ્રેસમાં સામેલ થયેલા 6 ધારાસભ્યોના વિલયને પડકારતી એસએલપી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી આવતા સપ્તાહ સુધી સ્થગિત કરી છે. હવે હાઈકોર્ટનો નિર્ણય આવ્યા બાદ આ મામલે વધુ સુનાવણી સુપ્રીમ કોર્ટ 24 ઓગસ્ટે કરશે.

congress
સુપ્રીમ કોર્ટ
author img

By

Published : Aug 17, 2020, 4:10 PM IST

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં છ ધારાસભ્યોના બસપામાંથી કોંગ્રેસમાં પક્ષપલટાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી આવતા સપ્તાહ સુધી સ્થગિત કરી છે. દિલાવર તરફથી વરિષ્ઠ અધિવક્તા સત્યપાલ જૈને કોર્ટને આ મામલે આવતા સપ્તાહે સુનાવણીનો આગ્રહ કર્યો છે. કારણ કે, રાજસ્થાન ઉચ્ચ ન્યાયાલય દ્વારા આ મામલે આજે ( સોમવારે ) નિર્યણ જાહેર કરાશે.

દિલાવરે પક્ષપલટાને આ આધારે પડકાર્યો કે, આ વાસ્તવિક નહોતું અને માત્ર વિધાનસભામાં કોંગ્રેસની તાકાતને વધારવા માટે કરાયું છે. હવે કોર્ટ આ મામલે સુનાવણી 24 ઓગસ્ટે કરશે.

રાજસ્થાન હાઈકોર્ટમાં પણ આ મામલે સોમવારે 10:30 વાગ્યે સુનાવણી થવાની હતી પરંતુ, કોરોનાનું સંક્રમણ ફેલાતા હાઈકોર્ટ સહિત નિચલી કોર્ટમાં આગામી ત્રણ દિવસો માટે તમામ પ્રકારના કાર્યો રોકી દેવામાં આવ્યા છે. સંભવતઃ આ મામલે હવે 17, 18 અને 19 ઓગસ્ટની રજા બાદ 20 ઓગસ્ટે જ નિર્ણય આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.