ETV Bharat / bharat

સુંદર પિચાઈ ગૂગલની પેરેન્ટ ફર્મ Alphabetનાં પણ CEO બન્યાં - ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઇ

સાન ફ્રાન્સિસ્કો: ગૂગલના CEO સુંદર પિચાઇ હવે Alphabetના પણ CEO બન્યા. આલ્ફાબેટ એ ગૂગલની પેરેન્ટ ફર્મ છે.

sundar pichai joins parent firm alphabet
સુંદર પિચાઈ ગૂગલની પેરેન્ટ ફર્મ Alphabetનાં પણ CEO બન્યાં
author img

By

Published : Dec 4, 2019, 11:24 AM IST

ગૂગલના CEO સુંદર પિચાઇ હવે Alphabetના પણ CEO બન્યા.

ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદર પિચાઇ મુળ ભારતીય-અમેરિકન છે. પિચાઇ હવે ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના CEO તરીકે પણ કાર્યભાર સંભાળશે. આ સાથે, તે વિશ્વના સૌથી શક્તિશાળી કોર્પોરેટ નેતાઓમાંથી એક બની ગયા છે.

ગૂગલનાં કો ફાઉન્ટર લેરી પેજ અને સર્ગે બ્રિને આલ્ફાબેટના નેતૃત્ત્વ છોડવાની જાહેરાત કરી છે.

પેજ અને બ્રિને તેમના કર્મચારીઓને પિચાઇના નિવેદન સાથે એક પત્ર લખ્યો છે. જેમાં સિલિકોન વેલી કંપનીમાં મોટા ફેરફારોનો પણ ઉલ્લેખ કર્યો છે.

પિચાઈએ તેમના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, આ ફેરફારની આલ્ફાબેટની રચના અથવા તેના કાર્યમાં કોઈ અસર પડશે નહીં. હું મારું ધ્યાન ગૂગલ પર કેન્દ્રીત કરીશ અને તે સાથે સાથે હું કમ્પ્યુટિંગનો વ્યાપ વધારવા અને દરેકને ગૂગલને વધુ મદદગાર બને તે માટે કામ કામ કરતો રહીશ. આલ્ફાબેટ અને તેના લાંબા ગાળાના વિઝનથી ટેક્નોલોજી વડે મોટા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છું.

ગૂગલનાં CEO બન્યા પછીથી આજ દિનસુધી પિચાઈના નેતૃત્વની પ્રશંસા કરતા પેજ અને બ્રિને કહ્યું કે, ભારતીય-અમેરિકન CEO તેમના ગ્રાહકો, ભાગીદારો અને કર્મચારીઓ માટે દરરોજ તકનીકી તરફ ઉત્સાહીત કરે છે.

પેજ અને બ્રિને જણાવ્યું કે, આપણે ક્યારેય પોતાને મેનેજમેન્ટની ભૂમિકામાં બંધાશું નહીં. આલ્ફાબેટ અને ગૂગલને બે અલગ CEOની જરૂર નથી. સુંદર ગૂગલ અને આલ્ફાબેટ બંનેના CEO રહેશે. તેમની પાસે કારોબારી જવાબદારી રહેશે. અમને લાગે છે કે, કંપની ચલાવવાનો આ એક ઉત્તમ ઉપાય છે. આલ્ફાબેટની સ્થાપના સમયે સુંદરએ અમારી સાથે 15 વર્ષ સુધી કામ કર્યું છે, તેઓ ગૂગલના CEO છે, અને આલ્ફાબેટના ડાયરેક્ટર બોર્ડના સભ્ય તરીકે છે. આલ્ફાબેટની સ્થાપના થઈ ત્યારથી, આજ સુધી આપણે કોઈ પર એમના જેટલો ભરોસો કર્યો નથી અને તેમના સિવાય કોઈ પણ ભવિષ્યમાં ગૂગલ અને આલ્ફાબેટને આટલી સારી રીતે સંભાળી શકશે નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.