વડાપ્રધાને લખેલાં પત્રમાં બાદલે જણાવ્યું હતું કે, 1984માં શિખ વિરોધી રમખણોમાં પીડિતોને ન્યાય મળવો જોઈએ. હુ આ પત્ર શિખ સમુદાયની સાથે થઈ રહેલા અન્યાય અંગે આપને જણાવવા માટે લખી રહ્યો છું. આ ઘટનાના મોટાભાગના દોષીઓ બહાર છે અને પીડિત પરીવારો ન્યાય મેળવવા માટે ભટકી રહ્યાં છે. તેમને આશા છે કે, ન્યાય જરૂર મળશે. આથી હું તેમને ન્યાય અપાવવા માટે આપને વિનંતી કરૂં છું.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ 1984માં સ્વર્ણ મંદિરથી આતંકીઓને બહાર કાઢવા માટે ઑપરેશન બ્લૂ સ્ટાર ચલાવ્યું હતું. બાદલે જણાવ્યું હતું કે, સૈન્ય અભિયનાન બાદ 309 શિખ સૈનિકોએ પોતાના બેરકને તેની તેની તે જ સ્થિતિમાં છોડી દીધો હતો. ત્યારબાદ સેના છોડવા માટે તેનું કોર્ટ-માર્શલ કર્યુ હતું અને તેઓને દંડ ફટકાર્યો હતો.
આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર શ્રી ગુરુ નાનક દેવજીએ 550મો પ્રકાશોત્સવ ઉજવી રહી છે. ત્યારે હું આપને અપીલ કરવા માંગુ છું કે,આ સૈનિકોએ સેનાને મુશ્કેલીના સમયમાં એકલી છોડી દીધી. ત્યારે એ સમયની તત્કાલિન સરકારે કરેલો આ નિર્ણય એક અપરાધ જેને માફ ન કરી શકાય.
આથી હું અપીલ કરું છું કે, 550 પ્રકાશ પર્વના આ અવસર પર ભારત સરકારે એ સૈનિકોને તમામ આરોપીમાંથી મુક્ત કરી દેવા જોઈએ. તેમજ તેઓને પૂર્વ સૈનિકનો દરજ્જો આપીને તેમને મળનારી તમામ સુવિધાઓ પણ આપવી જોઈએ.
બાદલે ગુરુવાર સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કરતારપુર જનાર યાત્રિઓ પાસેથી વસૂલવામાં આવતી ફી અંગે વાતચીત કરી હતી.