આવું પહેલી વખત બન્યું છે, જેમાં નાણા મંત્રાલયે આ તરીકે સૂચનો માંગ્યા હોય. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2020-21નું બજેટ 1 ફેબ્રુઆરી 2020 રજૂ કરશે. સીતારમણે પોતાના બજેટને સંસદની મંજૂરીના એક મહીનાની અંદર સુસ્ત પડતી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે અતિરિક્ત ઉપાયોની ઘોષણા કરી હતી.
મંત્રાલયે જ્યાં વિભિન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓ અને અંશધારકોની સાથે બજેટ પૂર્વ વિચાર વિમર્શ કરે છે. આ પ્રથમ વખત બન્યું છે, જેમાં નાણા મંત્રાલયે રાજસ્વ વિભાગના સર્કુલર જાહેર કરીને વ્યક્તિગત લોકો અને કંપનીઓ માટે ટેક્સના ભાવોમાં ફેરફાર કરવાની સાથે જ એક્સાઇઝ ડ્યુટી અને કસ્ટમ ડ્યુટી જેવા પરોક્ષ ટેક્સમાં ફેરફાર કરવા માટે સૂચનો માંગ્યા છે. આ સર્કુલરમાં ઉદ્યોગ અને વેપાર સંઘોથી શુલ્ક અને દરમાં ફેરફાર પ્રત્યક્ષ અને પરોક્ષ કર માટે સમય વધારવા વિશે સૂચનો માંગ્યા છે.
નાણા મંત્રાલયે કહ્યું કે, જે પણ સૂચનો આપવામાં આવશે, તે આર્થિક રીતે ઉચિત હોવા જોઇએ. સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે, 'તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનો અને વિચારોની સાથે ઉત્પાદન, મુલ્ય, ફેરફારના રાજસ્વ પ્રભાવ વિશે સાંખ્યીક આંકડાઓ પણ આપવા જોઇએ.'
સીતારમણે સપ્ટેમ્બરમાં ઘટાડ્યો હતો કોર્પોરેટ ટેક્સ
સીતારમણે પાંચ જૂલાઇએ પોતાના પહેલા બજેટ બાદ 20 સપ્ટેમ્બરે ઘરેલુ કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડીને 22% કરવાની ઘોષણા કરી હતી. તેનાથી તમામ પ્રકારના અતિરિક્ત શુલ્કોનો સમાવેશ કર્યા બાદ પ્રભાવી કોર્પોરેટ કરનો દર 25.2% પહોંચે છે.
ઇન્કમ ટેક્સને ઘટાડવા પર પણ કરી માગ
આ ઉપરાંત 1 ઓક્ટોબર બાદ સ્થાપિત થનારા તમામ વિનિર્માણ કંપનીઓ માટે ટેક્સનો દર 15% રાખવામાં આવ્યો છે. તેમાં અતિરિક્ત કર અને અધિભાર સહિત આ દર 17% સુધી પહોંચી જાય છે. આ સાથે જ વ્યક્તિગત આયકરનો દર ઘટાડવાની પણ માગ કરવામાં આવી છે. જેથી સામાન્ય નાગરિકોના પૈસા બચે અને ઉપભોગ વધીને દેશની અર્થ વ્યવસ્થાને પણ આગળ વધારી શકાય છે.