અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે શનિવારે ચુકાદો આપ્યો છે. તેના પર પ્રતિક્રિયા આપીને ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ અધ્યક્ષ અશોક સિંઘલને મરણોપરાંત ભારતના સર્વોચ્ય નાગરિક સમ્માન ભારતરત્ન આપવાની માગ કરી છે.
સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે, જીતના પ્રસંગે શ્રી અશોક સિંઘલને યાદ કરવા જોઈએ. નમો સરકારે તત્કાલ તેમને ભારતરત્ન આપવાની જાહેરાત કરવી જોઈએ.
તેમણે કહ્યું, 'ભગવાને જ્યારે મંદિરના પુનનિર્માણની શરૂઆત ઈચ્છી, ત્યારે જ આ ચુકાદો આપવામાં આવ્યો. જય શ્રી રામ'
BJPનેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ ટ્વીટ કર્યું કે, અત્યારે વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યાલય પહોંચી છું અને અશોક જી સિંઘલને પ્રણાપ કર્યું, તેમનું સ્મરણ કર્યું, તેમને શત-શત નમન કર્યું.’