- મા અન્નપૂર્ણાની પ્રાચીન મૂર્તિ ભારત પરત લાવવામાં આવશે
- કેનેડાની યુનિવર્સિટી ઑફ રેજીનામાં હતી આ મૂર્તિ
- સ્થાનિક આર્ટ ગેલેરીના એક્ઝીબિશનમાં થઈ ઓળખ
વારાણસી: આજથી આશરે 100 વર્ષ પહેલા વારાણસીથી ચોરાયેલી અને છેક સાત સમુદ્ર પાર કેનેડા પહોંચેલી પ્રાચીન સમયની મા અન્નપૂર્ણા ની પ્રતિમાને ફરી કાશી લાવવામાં આવશે. આ મૂર્તિ કેનેડાની યુનિવર્સિટી ઑફ રેજીના માં મળી આવી છે. 19 થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆતમાં એક આર્ટિસ્ટ ની તેના પર નજર પડતાં તેમણે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે આ મૂર્તિને ભારત લાવવાની તૈયારીઓ થઇ રહી છે.
હાલ કેનેડામાં છે મૂર્તિ
ગત 19 નવેમ્બરે એક સમારંભ માં મેકેન્ઝી આર્ટ ગેલેરી, ગ્લોબલ અફેર કેનેડા, તથા કેનેડા બોર્ડર સર્વિસિઝ એજન્ટ ના પ્રતિનિધિઓ પણ સામેલ થયા હતા. આર્ટિસ્ટ દિવ્ય મહેરાએ જણાવ્યું હતું કે આ મૂર્તિની વસિહત 1936માં મેકેન્ઝી એ કરાવી હતી અને તેને ગેલેરી ના સંગ્રહમાં મૂકી દેવામાં આવી. દિવ્યાએ પ્રદર્શનમાં રજૂઆત કરી હતી કે આ મૂર્તિ ગેરકાયદેસર રીતે કેનેડા રાખવામાં આવી છે. જેથી હવે તેને ભારત પરત લાવવામાં આવશે. મેકેન્ઝી એ 1913 માં ભારત યાત્રા કરી હતી અને તે દરમિયાન આ મૂર્તિ કેનેડા પહોંચી હતી.