જિલ્લા માહિતી કચેરી ખાતે મીડિયા કન્ટ્રોલીંગ એન્ડ મોનીટરીંગ તેમજ ઇલેકટ્રોનીક મીડિયા મોનીટરીંગ સેન્ટર કાર્યરત કરાયું છે. જેમાં પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયામાં પ્રસિધ્ધ થતાં સમાચાર સહિતનું મોનીટરીંગ કરવા મીડિયા સર્ટીફિકેશન અને નિયંત્રણની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના સમાચારો અને જાહેર ખબર તથા પેઇડ ન્યૂઝનું મોનીટરીંગ કરશે. જયાં સતત કર્મચારીઓ દ્વારા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં આવતી ચૂંટણીલક્ષી ખબરો પર નજર રાખવામાં આવશે.
તો જિલ્લા ચુંટણી અધિકારીએ આ અંગે માહીતી આપતા જણાવ્યું કે મીડીયા સેન્ટરમાં 9 LED તેમજ 30 કર્મચારીઓ દ્વારા સમગ્ર સેન્ટરનું સંચાલન કરવામાં આવશે. તેમજ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નહી થાય ત્યા સુધી ૨૪ કલાક સેવા બજાવવામાં આવશે.