અમરનાથયાત્રાએ જવા માટે હંમેશની જેમ બે રુટ પસંદ કરવામાં આવ્યા છે. જેમાંનો એક માર્ગ પહેલગામ અને બીજો સોનમર્ગ બાલતાલથી પસાર થાય છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં જે જગ્યાએ પાકૃતિક શિવલિંગ આકાર લે છે તે જગ્યાથી પહેલગામ 315 કિલોમીટર દુર છે. જ્યારે બાલાતાલથી અમરનાથ 400 કિ.મી દુર છે.
આ વખતે અમરનાથયાત્રા કેટલો સમય અને કેવી રહેશે એ જાણીએ..
- થોડા દિવસ પહેલા અમરનાથની ગુફામાં બરફનાં લિંગની પહેલી તસવીર સામે આવી હતી. જેનું કદ દર વર્ષ કરતાં વધારે નોંધાયુ છે. આ વખતે જે હિંમલિંગ સર્જાયુ છે તેની ઉંચાઈ 22 ફુટની છે.
- આ વર્ષે સમયગાળો વધારવામાં આવ્યો છે. કુલ 45 દિવસ સુધી અમરનાથયાત્રા ચાલશે. 1 જુલાઈથી શરુ થનારી યાત્રા 15 ઓગષ્ટે પૂર્ણ થશે.
- 13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુ આયુ ધરાવનાર ભક્ત આ યાત્રા કરી શકશે નહીં.
- અમરનાથ યાત્રા કરવા માટે કોઈપણ સરકારી હોસ્પિટલનાં તબીબ દ્વારા અપાયેલુ ફીટનેસ પ્રમાણપત્ર જરુરી છે.
- ચાર મહિના અગાઉ રાજ્યપાલની અધ્યક્ષતામાં બોર્ડની બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને સાધુ-સંતો સૌથી પહેલા દર્શન કરશે.
- પહેલગાવથી ચંદનવાડી સુધી વાહન જાય છે. ત્યાંથી ગુફાનું અંતર 36 કિ.મીનું છે. પગપાળા જતાં યાત્રાળુઓને બે વખત રાત્રી રોકાણ કરવું પડે છે.
- આતંકવાદી હુમલાની શક્યતાના પગલે અમરનાથયાત્રામાં હાઈએલર્ટ આપવામાં આવ્યુ છે.
- યાત્રામાર્ગ પર તેમજ પાકિસ્તાનની સરહદ ઉપર સેના તેમજ સ્થાનિક પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
- સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓનું રજીસ્ટ્રેશન કાર્ડ ઉપર બારકોડ લગાવવામાં આવશે. જેથી યાત્રીકની ઓળખ થઈ શકે. તેમજ તિર્થયાત્રીનાં સ્વાંગમાં બીજુ કોઈ પણ ઘુસ ન મારી શકે.
- બારકોડ ઉપર વોટરમાર્ક અને અમરનાથ શ્રાઈન બોર્ડનો લોગો લગાવવામાં આવ્યો છે. જેથી બોગસ રજીસ્ટ્રેશન કાર્ડ બનાવી ન શકાય.
- બારકોડમાં આપેલાં શ્રાઈન બોર્ડના લોગોથી યાત્રાળુઓની મુખ્ય જાણકારીને મેગ્નીફાયર ગ્લાસમાં જોઈ શકાશે.
- અમરનાથ યાત્રાળુઓની પ્રાથમિક જરુરિયાતો પુરી કરવા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
- અકસ્માત કે આપત્તિના સમયે બારકોડ અને શ્રાઈન બોર્ડ દ્વારા યાત્રીઓના પરિવારને જાણકારી અપાશે.
- અમરનાથયાત્રા પગપાળા, ઘોડા કે પાલખી ઉપર કરવામાં આવે છે. બાલતાલ બેઝ કેમ્પથી ગુફા વચ્ચેનું અંતર આશરે 14 કિલોમીટરનું છે. 7 કિ.મીનું અંતર કાપવા માટે હેલિકોપ્ટરની પણ સુવિધા છે.
- યાત્રા માર્ગ પર શિવભક્તો દ્વારા યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજન તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે.
અમરનાથ યાત્રા કરવા માટે કોઈપણ સરકારી હોસ્પિટલનાં તબીબ દ્વારા અપાયેલુ ફીટનેસ પ્રમાણપત્ર જરુરી છે.