મુંબઇ: સુશાંતસિંહ રાજપૂત કેસમાં તપાસ વધુ તીવ્ર બની છે. CBIની બે ટીમો DRDO ગેસ્ટહાઉસ પહોંચી છે. સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પિઠાણી અને રિયા ચક્રવર્તીનો ભાઈ શોવિક ચક્રવર્તી પણ મુંબઇના સાંતાક્રુઝ સ્થિત DRDO ગેસ્ટહાઉસ પહોંચ્યા હતાં. CBIની ટીમ બંનેની પૂછપરછ કરી રહી છે. રિયા ચક્રવર્તીના પિતા ઇન્દ્રજિત ચક્રવર્તીને ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે.
સુશાંતના પિતાના વકીલનું નિવેદન
સુશાંતના પિતાના વકીલ વિકાસસિંહે કહ્યું કે, જો CBIએ રિયા ચક્રવર્તીને કોઈ નક્કર પુરાવા વિના અટકાયત કરી અને તેને જામીન મળી જાય તો આખી કવાયત કાઉન્ટર પ્રોડક્ટિવ હશે.
રિયાના ભાઇથી પૂછપરછ
CBI રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. હાલ તે DRDO ગેસ્ટહાઉસમાં છે.
ડ્રગ પેડલર્સની તપાસ કરશે NCB
NCBની ટીમને મુંબઇમાં ડ્રગના વેપારીઓના નેટવર્કની તપાસ શરૂ કરવા જણાવ્યું છે. જેમાં બોલિવૂડ નેટવર્કનું એંગલ જોવાનું પણ કહ્યું છે.
દિલ્લીથી રવાના થઈ NCB
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડાયરેક્ટર જનરલે જણાવ્યું હતું કે, સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ એંગલ સંબંધિત કેસની તપાસ માટે રચાયેલી ટીમ દિલ્હીથી રવાના થઇ ગઇ છે.
પિઠાણીથી પૂછપરછ
સુશાંતસિંહ રાજપૂતનો મિત્ર સિદ્ધાર્થ DRDOઓ ગેસ્ટહાઉસ પહોંચ્યો હતો, જ્યાં CBIની ટીમ કેસની તપાસ કરી રહી છે.
સુશાંત કેસમાં ડ્રગ કનેક્શન
મળતી માહિતી મુજબ, સુશાંતસિંહ રાજપૂતના મોત મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી હતી ત્યારે આવા તથ્યો બહાર આવ્યા હતા કે, આ કેસમાં ડ્રગ્સનો મામલો પણ સામેલ છે. બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના એડવોકેટ વિકાસસિંહે બુધવારે કહ્યું હતું કે, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ અભિનેતાના 'દિમાગને કાબૂમાં રાખવા' તેને ડ્રગ આપ્યા હશે. વકીલે કહ્યું કે, હવે એવું લાગે છે કે, સુશાંતની જાણકારી બહાર પ્રતિબંધિત ડ્રગ અભિનેતાને આપવામાં આવી રહ્યાં હતાં. આ તેના મનને અંકુશમાં રાખવા માટે કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બુધવારે રિયા અને અન્ય લોકો પર પ્રતિબંધિત ડ્રગનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો હતો.
સિદ્ધાર્થ પિઠાણીની સતત પૂછપરછ
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલે CBIએ બુધવારે સતત છઠ્ઠા દિવસે અભિનેતા સાથે ફ્લેટમાં રહેતા તેના મિત્ર સિદ્ધાર્થ પિઠાણી સાથે પૂછપરછ ચાલુ રાખી હતી. અધિકારીએ જણાવ્યું કે, પિઠાણી સાથે સાંતાક્રુઝના કાલિના ખાતેના DRDO ગેસ્ટ હાઉસ ખાતે છેલ્લા છ કલાકથી પૂછપરછ કરવામાં આવી હતી. CBIની ટીમ આ ગેસ્ટ હાઉસમાં રોકાઈ છે.
સુશાંત કેસ પર એક નજર:
સુશાંત 14 જૂનના રોજ બાંદ્રાના મોન્ટ બ્લેન્ક એપાર્ટમેન્ટમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે સમયે પિઠાણી, કૂક નીરજ સિંહ અને સહાયક દીપેશ સાવંત તેના ફ્લેટમાં હાજર હતાં.