ચેન્નઈ: તમિલનાડુના મુખ્યપ્રધાન પલાનીસ્વામીએ બુધવારે કહ્યું હતું કે, સરકારના વિવિધ માર્ગદર્શિકાના અમલને કારણે રાજ્યમાં કોવિડ -19ની સ્થિતિ મોટાભાગે નિયંત્રણમાં છે, પરંતુ ચેન્નાઇમાં વસ્તી વધારે હોવાને કારણે અહીં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.
રાજ્યના ગ્રીન ઝોન વિસ્તારોમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ફરી શરૂ થવાનો સંકેત આપતા પલાનીસ્વામીએ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન ન કરનારાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી. સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને આ નિયમનું પાલન કરવાનું કહ્યું હતું. જિલ્લા અધિકારીની બેઠકમાં મુખ્યપ્રધાને અધિકારીઓના કામના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ચેન્નઈમાં સ્થિતિ ગંભીર છે કારણ કે ત્યાં વસ્તી પણ વધારે છે.