લંડનઃ બ્રિટનના એક હરાજી હાઉસ દ્વારા સોનાના વર્ક ચઢેલા એક ચશ્માની 2,60,000 પાઉન્ડ એટલે કે આશરે 2 કરોડ 55 લાખ રૂપિયામાં હરાજી કરાઈ છે. એવું માનવામાં આવે છે કે, આ ચશ્માને મહાત્મા ગાંધીએ પહેર્યાં હતા અને બાદમાં તેમણે આ ચશ્મા કોઈને ભેટમાં આપી દીધા હતાં. મહત્વનું છે કે, આ ચશ્માને 10,000થી 15,000 પાઉન્ડ મળવાની આશા હતી, પરંતુ ઓનલાઇન હરાજીમાં બોલી વધતી ગઈ અને અંતે 6 આંકડા પર જઈને રોકાઈ ગઈ હતી.
ઈસ્ટ બ્રિસ્ટલ ઓક્શનના એક હરાજીકર્ચા એન્ડી સ્ટોવે શુક્રવારે હરાજી લગાવવાની પ્રક્રિયાનું સમાપન કર્યું હતું અને કહ્યું હતું કે, 'અવિશ્વસનીય વસ્તુનો અવિશ્વસનીય ભાવ..! બોલી લગાવી તે બધાનો આભાર. આ ચશ્માએ ન માત્ર અમારા માટે હરાજી છે, પરંતુ આ ઐતિહાતિક રૂપે પણ મહત્વપૂર્ણ છે. આ અંગે વિક્રેતાએ કહ્યું હતું કે, આ વસ્તુ રસપ્રદ છે અને તેનું કોઈ મૂલ્ય નથી અને જો તે વેચાવા લાયક ન હોય તો તેનો નિકાલ કરી દે.
સ્ટોવના જણાવ્યાં અનુસાર, હરાજીનું મૂલ્ય જોઈએ આશ્ચર્ય થાય,પણ દુઃખ પણ થાય છે કે, આવી વસ્તુઓ વેચાઈ રહી છે. જે બાપુનો વારસો છે. કહેવાઈ રહ્યું છે કે, આ ચશ્માના એક અનામ માલિક દક્ષિણ પશ્ચિમી ઈંગ્લેન્ડના સાઉથ ગ્લૂસેસ્ટરશાયરના મંગોટ્સફીલ્ડના એક વૃદ્ધ છે, જે પોતાની પુત્રીની સાથે મળીને 2,60,000 પાઉન્ડની ચૂકવણી કરવાનો છે.
મહત્વનું છે કે, વિક્રેતાના પરિવાર પાસે પહેલાથી જ આ ચશ્મા હતા. એક સંબંધીને ભેટમાં આપ્યાં હતાં, જ્યારે દક્ષિણ આફ્રિકામાં 1991થી 1930 વચ્ચે બ્રિટિશ પેટ્રોલિયમમાં કામ કરતા હતાં. ચશ્માની વિશ્વસનીયતા વિશે સ્ટોવે જણાવ્યું કે, વિક્રેતાએ જે કહાની જણાવી તે એકદમ એવી પ્રતિત થાય છે, જે 50 વર્ષ પહેલા સંભળાવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, દક્ષિણ આફ્રિકામાં શરૂઆતી વર્ષોમાં ગાંધીજીની પાસે આ ચશ્મા હતાં.